હોમ પેજ / રેસિપી / વેજીટેબલ પેનકેક

Photo of Vegetable Pancake by Poonam Gupta at BetterButter
675
5
0.0(0)
0

વેજીટેબલ પેનકેક

Jan-23-2019
Poonam Gupta
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ પેનકેક રેસીપી વિશે

વેજીટેબલ પેનકેક ખૂબજ પૌષ્ટિક અને ટેસ્ટી છે તમે તમારા પસંદગીના શાકભાજી નાખી ને બનાવી શકો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • જાપાનીઝ
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1કપ બેસન
  2. 2 ટેબલ સ્પૂન મેંદો
  3. 1 ટેબલ સ્પૂન ચોખાનો લોટ
  4. 1/2 ચમચી મરી પાવડર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 ચમચી હળદર
  7. 1/2 ચમચી બેકિંગ પાઉડર
  8. 1/2 કપ દહી
  9. પાણી જરૂર મુજબ
  10. 1 કપ છીણેલી કોબી
  11. 1 કપ ઝીણા સમારેલી કોથમીર
  12. 1 કપ છીણેલા ગાજર
  13. 2 કપ ઝીણી સમારેલી પાલક
  14. 1/2 કપ સમારેલી લીલી ડુંગળી
  15. તેલ શેલો ફ્રાય કરવા માટે
  16. 1/2 કપ લીલી ડુંગળી સજાવવા માટે

સૂચનાઓ

  1. એક મોટા બાઉલમાં બેસન મેંદો ચોખાનો લોટ મરી પાવડર મીઠું હળદર અને બેકિંગ પાઉડર મિક્સ કરો.
  2. હવે તેમાં દહી અને પાણી નાખી ખીરું બનાવો.
  3. હવે તેમાં કોબી કોથમીર ગાજર પાલક અને લીલી ડુંગળી નાખી મિક્સ કરો. ખીરું થોડું ઘટ્ટ રાખવું.
  4. હવે એક નૉન સ્ટિક પેનને મીડિયમ ફ્લેમ પર ગરમ કરો.
  5. પેન પર થોડું તેલ લગાવો.
  6. ચમચા વડે ખીરું પાથરો.
  7. હવે થોડું તેલ લગાવી બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકો.
  8. લીલી ડુંગળીથી સજાવી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર