સેવરી વેજ કેક એન્ડ મફીન્સ (હાંડવો) | Savoury Veg Cake And Muffins Recipe in Gujarati

ના દ્વારા Poonam Gupta  |  23rd Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Savoury Veg Cake And Muffins by Poonam Gupta at BetterButter
સેવરી વેજ કેક એન્ડ મફીન્સ (હાંડવો)by Poonam Gupta
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  45

  મીની
 • પીરસવું

  6

  લોકો

1

0

સેવરી વેજ કેક એન્ડ મફીન્સ (હાંડવો)

સેવરી વેજ કેક એન્ડ મફીન્સ (હાંડવો) Ingredients to make ( Ingredients to make Savoury Veg Cake And Muffins Recipe in Gujarati )

 • 2 કપ ચોખા
 • 1 કપ ચણા દાળ
 • 1/2 કપ તૂવર દાળ
 • 4 ટેબલ સ્પૂન અડદ દાળ
 • 2 ટેબલ સ્પૂન મેથી દાણા
 • 1 કપ દહી
 • 1 કપ છીણેલી દૂધી
 • 2 કપ છીણેલા ગાજર
 • 2 ટેબલ સ્પૂન આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ
 • 1 ચમચી હળદર
 • 2 ચમચી લાલ મરચું પાવડર
 • 2 ટેબલ સ્પૂન ખાંડ
 • 1 ચમચી લીંબુનો રસ
 • 1 ચમચી બેકિંગ સોડા
 • 4 ટેબલ સ્પૂન લીલા ધાણા
 • મીઠું સ્વાદ મુજબ
 • પાણી જરૂર મુજબ
 • વઘાર માટે
 • 8 ટેબલ સ્પૂન તેલ
 • 2 ચપટી હિંગ
 • 2 ચમચી રાઈ
 • 2 ચમચી જીરૂ
 • 2 ચમચી તલ
 • 3-4 સૂકા લાલ મરચાં

How to make સેવરી વેજ કેક એન્ડ મફીન્સ (હાંડવો)

 1. ચોખા દાળ અને મેથી દાણા ને 8 કલાક માટે પલાળવા.
 2. ત્યાર બાદ દહી નાખી કરકરુ પીસીને 8 કલાક માટે આથો લાવવા માટે મૂકવું.
 3. હવે તેમાં દૂધી ગાજર આદુ લસણ અને લીલા મરચાં ની પેસ્ટ હળદર લાલ મરચું ખાંડ લીંબુનો રસ બેકિંગ સોડા લીલા ધાણા મીઠું અને પાણી નાખી મિક્સ કરો.
 4. વઘાર કરવા માટે વઘારિયાને ગરમ કરી તેમાં તેલ નાખો
 5. તેમાં હિંગ રાઈ જીરૂ તલ અને સૂકા લાલ મરચાં નાખો.
 6. હવે અડધા વઘારને ખીરામાં મિક્સ કરો.
 7. હવે તેલ લગાવી ડસ્ટ કરેલ કેક ટીનમાં ખીરું નાખી બાકીનો વઘાર પણ નાખો.
 8. હવે પહેલાથી ગરમ કરેલા ઓવનમાં 180°c પર 40-45 મિનિટ માટે બેક કરો.
 9. ઠંડુ થાય એટલે ટીનમાથી બહાર કાઢી લો.
 10. થોડું ખીરું મફીન્સ મોલ્ડમા ભરીને 10-12 મિનિટ માટે બેક કરો.
 11. ટોમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કરો.

My Tip:

હાડવામા મનગમતા શાકભાજી નાખીને બનાવવામાં આવે તો તે ખૂબ પૌષ્ટિક બનશે.

Reviews for Savoury Veg Cake And Muffins Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો