હોમ પેજ / રેસિપી / ચણા-શકકરીયાં કેનેપીસ ચાટ

Photo of Canapes chaat by GAYATRI THAKKAR at BetterButter
1193
11
0.0(0)
0

ચણા-શકકરીયાં કેનેપીસ ચાટ

Jan-23-2019
GAYATRI THAKKAR
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચણા-શકકરીયાં કેનેપીસ ચાટ રેસીપી વિશે

આ અેક ચાટ રેસીપી છે જે જલદી બની જાય છે અને ટેસ્ટી હોવાની સાથે ખૂબ જ સરસ લાગે છે મહેમાનો આવે ત્યારે અથવા બથૅ-ડે પાટી માં સટાટૅર તરીકે સવૅ કરી શકાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. કેનેપીસ 10 થી 12 નંગ
  2. લીલા ચણા 1 વાટકી
  3. બટાકા 2 નંગ
  4. શકકરીયાં 2 નંગ
  5. ડુંગળી 2 નંગ ઝીણી સમારેલી
  6. ટામેટા 2 નંગ ઝીણાં સમારેલા
  7. લાલ મરચું 1 ચમચી
  8. ચાટ મસાલો જરૂર મુજબ
  9. સંચળ પાવડર 1 ચમચી
  10. મીઠું સ્વાદ મુજબ
  11. લીલી ચટણી જરૂર મુજબ
  12. મીઠી ચટણી જરૂર મુજબ
  13. ઝીણી સેવ જરૂર મુજબ
  14. તીખી બુંદી જરૂર મુજબ
  15. લીબું નો રસ સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. લીલા ચણા ને બાફી લેવા
  2. બટાકા અને શકકરીયાં ને છોલીને ઝીણાં સમારી લેવા
  3. અેક તપેલીમાં તેલ લઈ બટાકા અને શકકરીયાં અલગ અલગ તળી લેવા
  4. કીસપી થઈ જાય તો કાઢી લેવા
  5. ડુંગળી અને ટામેટા ઝીણાં સમારી લેવા
  6. લીલી ચટણી અને મીઠી ચટણી બનાવી લેવી
  7. આ રીતે બધી વસ્તુઓ તૈયાર કરી લેવી
  8. પછી જ્યારે સવૅ કરવું હોય ત્યારે અેક બાઉલ માં બઘી વસ્તુઓ લઈ મીકસ કરી લેવી
  9. તૈયાર છે આપણી ચાટ
  10. સવૅ કરવા માટે એક પલેટ માં કેનેપીસ ગોઠવી દેવા
  11. પછી તેમાં તૈયાર કરેલી ચાટ નાંખવી
  12. ઉપર થી લીલી ચટણી, મીઠી ચટણી નાંખવી
  13. પછી ઝીણી સેવ અને તીખી બુંદી નાંખો
  14. તૈયાર છે આપણી કેનેપીસ ચાટ
  15. આ ચાટને તરત જ સવૅ કરવી
  16. આ ચાટ ને આમ પણ સવૅ કરી શકાય છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર