હોમ પેજ / રેસિપી / વાલોર-ઢોકળી

Photo of VALORE-DHOKLI by Deepa Rupani at BetterButter
931
6
0.0(0)
0

વાલોર-ઢોકળી

Jan-24-2019
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વાલોર-ઢોકળી રેસીપી વિશે

વાલોર, પાપડી, મીરચી વાલોર, સુરતી વાલોર આ વિવિધ વાલોર-પાપડી શિયાળા માં તો ભરપૂર મળે છે. વિવિધ શાકભાજી તેની સાથે મેળવી સરસ શાક બનતા હોય છે. ઊંધિયું તો વાલોર-પાપડી વિના અધૂરું છે. આજે વાલોર-ઢોકળી નું શાક બનાવ્યું છે, તળેલા મુઠીયા ને બદલે ઢોકળી સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ સારું રહે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 3

  1. 250 ગ્રામ વાલોર
  2. 2 ટે. સ્પૂન તેલ
  3. 1/4 ટી.સ્પૂન અજમો
  4. 1/2 ટી.સ્પૂન હળદર
  5. 1 ટે. સ્પૂન લાલ મરચું
  6. 1 ટે. સ્પૂન ધાણાજીરું
  7. 1/4 ટી.સ્પૂન કુકિંગ સોડા
  8. 1 ટે. સ્પૂન ઝીણું સુધારેલું લીલું લસણ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ઢોકળી માટે ની સામગ્રી:
  11. 1 કપ મેથી ભાજી
  12. 5 ટે. સ્પૂન ઘઉં નો કરકરો લોટ
  13. 1 ટે. સ્પૂન તેલ
  14. 1/2 ટી.સ્પૂન લાલ મરચું
  15. 1/4 ટી.સ્પૂન હળદર
  16. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. મેથી ને ધોઈ ને ઝીણી સુધારી લો.
  2. ઢોકળી ની બાકી ની સામગ્રી મેથી માં ઉમેરી મધ્યમ કડક લોટ તૈયાર કરો.
  3. હવે તેલ ગરમ મૂકી, અજમો અને સોડા નાખી વાલોર વઘારી દો. સરખું મિક્સ કરી 1-2 મિનિટ ચડવા દો.
  4. પછી આશરે 3 કપ પાણી નાખી ઉકળવા દો.
  5. ઊકળે ત્યાં સુધી , ઢોકળી ના લોટ માંથી પરાઠા જેટલું જાડું વણી ને તૈયાર કરો
  6. કટર કે છરી થી નાની ઢોકળી કાપી લો.
  7. ઉકળતી વાલોર માં આ ઢોકળી અને મીઠું નાખી દો. 1-2 મિનિટ પછી ગેસ મધ્યમ ધીમો કરી દેવો. અડધું ઢાંકણ ઢાંકી ને ચડવા દેવું
  8. એક વાર સરખું ચડી જાય એટલે બાકી ના મસાલા અને લીલું લસણ નાખી ગેસ બંધ કરી દેવો.
  9. ગરમ ગરમ ફુલકા રોટી સાથે આ શાક ની લહેજત કાય જુદી જ હોય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર