હોમ પેજ / રેસિપી / હરા ચણા કોકોનટ કરી વીથ ઓટસ મેથી મુઠિયા

Photo of Hara Chana Coconut Curry With Oats Methi Muthiya  by Leena Sangoi at BetterButter
698
14
0.0(0)
0

હરા ચણા કોકોનટ કરી વીથ ઓટસ મેથી મુઠિયા

Jan-24-2019
Leena Sangoi
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હરા ચણા કોકોનટ કરી વીથ ઓટસ મેથી મુઠિયા રેસીપી વિશે

લીલા ચણા નારિયેળ કરી જે નારિયેળના દૂધમાં રાંધેલા ચણાની સ્વાદિષ્ટ વાનગી છે, જે પાલક, ધાણા, આદુ, લીલા મરચાં અને અન્ય ઘટકોથી બનાવાયેલા લીલા પેસ્ટ સાથે સ્વાદિષ્ટ છે. ઓટસ મેથી મુઠીયા લીલા ચણા નારિયેળ કરી ને ખૂબ જ અનોખો ટેસ્ટ આપે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • કેરાલા
  • તળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ગ્રીન પેસ્ટ (ગ્રાઉન્ડ માટે ૨ ચમચી પાણી નો ઉપયોગ કરીને)
  2. ૧ ચમચી લીલા ચણા
  3. ૧/૨ કપ કોથમીર
  4. ૧/૨ ટેબલસ્પૂન લીલા મરચાં
  5. ૧/૨ ચમચી આદુ
  6. ૧ ચમચી લસણ
  7. ૧ ચમચી લીંબુનો રસ
  8. ૧/૪ કપ પાલક પાંદડા
  9. હરા ચણા કોકોનટ કરી માટે ૨ કપ બાફેલા હરા ચણા
  10. ૨ ટેબલસ્પૂન કોકોનટ મિલ્ક પાવડર
  11. ૧ ચમચી cornflour
  12. ૧ ટેબલસ્પૂન તેલ
  13. સ્વાદ માટે મીઠું
  14. ૧/૪ કપ ડુંગળી
  15. મેથી મુથિયાસ માટે ૧ કપ મેથી સમારેલી
  16. ૩ ટેબલસ્પૂન ઓટસ પાવડર
  17. ૨ ટેબલસ્પૂન ઘઉંનો લોટ
  18. ૨ ટેબલસ્પૂન બેસન
  19. હિંગ ચપટી
  20. ૧ ચમચી ખાંડ
  21. ૧ ચમચી આદુ-લીલા મરચાંની પેસ્ટ
  22. ૧ ટેબલસ્પૂન ગરમ તેલ
  23. સ્વાદ માટે મીઠું
  24. તળવા માટે તેલ
  25. ગાર્નીશ માટે ૨ ટેબલસ્પૂન કોથમીર

સૂચનાઓ

  1. મેથી મુથિયા માટે બાઉલમાં તમામ ઘટકોને ભેગા કરો અને આશરે ૨ ટેબલસ્પૂન પાણી નો ઉપયોગ કરીને સારી રીતે મિકસ કરો.
  2. કઠણ કણક તૈયાર કરો.
  3. મિશ્રણને સમાન ભાગોમાં વિભાજીત કરો અને રાઉન્ડ બોલમાં દરેકને આકાર આપો.
  4. એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી દરેક બાજુથી સોનેરી બ્રાઉન રંગમાં ફેરવાઇ જાય ત્યાં સુધી મેથી મુઠીયા તળી એક બાજુ રાખો.
  5. ગ્રીન પેસ્ટ માટેની બધી સામગ્રી મિક્સરમાં ગ્રાઈન્ડ કરી ફાઈન પેસ્ટ બનાવો.
  6. હરા ચણા કરી માટે કોકોનટ મિલ્ક પાવડર અને કોર્નફલોરને ૨ ચમચી ઠંડા પાણીમાં સારી રીતે મિકસ કરી મિશ્રણ એક બાજુ રાખો.
  7. નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, 1 મિનિટ માટે મધ્યમ જ્યોત પર ડુંગળી સાતળો.
  8. તૈયાર ગ્રીન પેસ્ટ ઉમેરો.૨ મિનિટ માટે મધ્યમ જ્યોત પર સાતળો.
  9. બાફેલા ચણા, નારિયેળનું દૂધ- કોર્નફલોર મિશ્રણ, મીઠું અને ૧/૪ કપ પાણી ઉમેરો, સારી રીતે ભળી દો અને મધ્યમ જ્યોત પર ૫ મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવી કુક કરો.
  10. પીરસતા પહેલા હરા ચણા નારિયેળ કરીને ફરીથી ગરમ કરો, તૈયાર મેથી મુઠિયા ઉમેરો
  11. બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી પરાઠા ,રોટલી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર