લીલવા સ્ટફ્ડ ખાંડવી | Lilva Stuffed Khandvi Recipe in Gujarati

ના દ્વારા Harsha Israni  |  24th Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Lilva Stuffed Khandvi by Harsha Israni at BetterButter
લીલવા સ્ટફ્ડ ખાંડવીby Harsha Israni
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    25

    મીની
  • પીરસવું

    4

    લોકો

4

0

લીલવા સ્ટફ્ડ ખાંડવી વાનગીઓ

લીલવા સ્ટફ્ડ ખાંડવી Ingredients to make ( Ingredients to make Lilva Stuffed Khandvi Recipe in Gujarati )

  • ખાંડવી માટે-
  • ૧ વાટકી ચણાનો લોટ(બેસન)
  • ૨ વાટકી છાશ
  • ૧/૪ ટી-સ્પૂન હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • પૂરણ માટે-
  • ૧ કપ વા લીલી તુવેરના દાણા (લીલવા)
  • ૧ ટી-સ્પૂન ગરમ મસાલો
  • ૧ ટી-સ્પૂન કોપરાની છીણ
  • ૧ ટી-સ્પૂન લીંબુનો રસ
  • ૧ ટી-સ્પૂન ખસખસ
  • ૧ ટી-સ્પૂન ખાંડ
  • ચપટી હીંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧/૪ ટી-સ્પૂન હળદર
  • ૨ ટી-સ્પૂન આદુ-લીલામરચાની પેસ્ટ
  • ૧ ટી-સ્પૂન તલ
  • ૧ ટેબલસ્પૂન તેલ
  • ૧ ટી-સ્પૂન જીરુ
  • ૨ ટેબલસ્પૂન કોથમીર (સમારેલી)
  • વગાર માટે-
  • ૧ ટેબલસ્પૂન તેલ
  • ૧ ટી-સ્પૂન રાઈ
  • ૧ ટી-સ્પૂન તલ

How to make લીલવા સ્ટફ્ડ ખાંડવી

  1. સૌ પહેલા એક પેનમાં તેલ ગરમ કરી જીરુ,હીંગ નાખી વાટેલા લીલવા વઘારો .મીઠુ નાખી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચઢવા દો . બફાય એટલે તેમાં આદુ-મરચાની પેસ્ટ,ગરમ મસાલો,ખસખસ,કોપરાની છીણ,તલ,લીંબુનો રસ,કોથમીર,ખાંડ,હળદર નાખી હલાવીને પૂરણ તૈયાર કરો અને એક ડીશમાં કાઢી લો.
  2. એક બાઉલમાં બેસન,છાશ,મીઠુ,હળદર ઉમેરી ગાંઠો ન પડે એમ મીકસ કરો.
  3. એક પેનમાં તૈયાર કરેલું બેસનનું મિશ્રણ નાખી ઘટ્ટ ન થાય ત્યાં સુધી તેજ આંચ પર સતત હલાવતા રહેવુ.
  4. મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે તેને ગેસ પરથી ઉતારી તરત જ તેલથી ગ્રીસ કરેલી ઊંધી થાળી પર ચમચા વડે મિશ્રણનુ પાતળુ લેયર પાથરો.ત્યાર બાદ તેની ઉપર લીલવાનું પૂરણ ઘસીને લગાવો.
  5. ત્યાર બાદ પીઝા કટર વડે લાંબા કાપા પાડી તેને કિનારીથી વાળીને ગોળ રોલ બનાવી લો.
  6. વઘારીયામાં તેલ ગરમ કરી રાઈ ,તલ ગરમ કરી તૈયાર કરેલા રોલ પર નાખી દો.તૈયાર છે લીલવા સ્ટફડ ખાંડવી કોથમીરથી સજાવીને પીરસો.

My Tip:

ખાંડવી માટે તૈયાર કરેલુ મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે તરત જ થાળી પર પાથરવું.

Reviews for Lilva Stuffed Khandvi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો