હોમ પેજ / રેસિપી / લીલવા સ્ટફ્ડ ખાંડવી

Photo of Lilva Stuffed Khandvi by Harsha Israni at BetterButter
1011
17
0.0(0)
0

લીલવા સ્ટફ્ડ ખાંડવી

Jan-24-2019
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલવા સ્ટફ્ડ ખાંડવી રેસીપી વિશે

આ ડીશમાં ખાંડવી બનાવી વચ્ચે લીલી તુવર (લીલવા)નુ પૂરણ લીધુ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. ખાંડવી માટે-
  2. ૧ વાટકી ચણાનો લોટ(બેસન)
  3. ૨ વાટકી છાશ
  4. ૧/૪ ટી-સ્પૂન હળદર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. પૂરણ માટે-
  7. ૧ કપ વા લીલી તુવેરના દાણા (લીલવા)
  8. ૧ ટી-સ્પૂન ગરમ મસાલો
  9. ૧ ટી-સ્પૂન કોપરાની છીણ
  10. ૧ ટી-સ્પૂન લીંબુનો રસ
  11. ૧ ટી-સ્પૂન ખસખસ
  12. ૧ ટી-સ્પૂન ખાંડ
  13. ચપટી હીંગ
  14. મીઠું સ્વાદ મુજબ
  15. ૧/૪ ટી-સ્પૂન હળદર
  16. ૨ ટી-સ્પૂન આદુ-લીલામરચાની પેસ્ટ
  17. ૧ ટી-સ્પૂન તલ
  18. ૧ ટેબલસ્પૂન તેલ
  19. ૧ ટી-સ્પૂન જીરુ
  20. ૨ ટેબલસ્પૂન કોથમીર (સમારેલી)
  21. વગાર માટે-
  22. ૧ ટેબલસ્પૂન તેલ
  23. ૧ ટી-સ્પૂન રાઈ
  24. ૧ ટી-સ્પૂન તલ

સૂચનાઓ

  1. સૌ પહેલા એક પેનમાં તેલ ગરમ કરી જીરુ,હીંગ નાખી વાટેલા લીલવા વઘારો .મીઠુ નાખી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચઢવા દો . બફાય એટલે તેમાં આદુ-મરચાની પેસ્ટ,ગરમ મસાલો,ખસખસ,કોપરાની છીણ,તલ,લીંબુનો રસ,કોથમીર,ખાંડ,હળદર નાખી હલાવીને પૂરણ તૈયાર કરો અને એક ડીશમાં કાઢી લો.
  2. એક બાઉલમાં બેસન,છાશ,મીઠુ,હળદર ઉમેરી ગાંઠો ન પડે એમ મીકસ કરો.
  3. એક પેનમાં તૈયાર કરેલું બેસનનું મિશ્રણ નાખી ઘટ્ટ ન થાય ત્યાં સુધી તેજ આંચ પર સતત હલાવતા રહેવુ.
  4. મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે તેને ગેસ પરથી ઉતારી તરત જ તેલથી ગ્રીસ કરેલી ઊંધી થાળી પર ચમચા વડે મિશ્રણનુ પાતળુ લેયર પાથરો.ત્યાર બાદ તેની ઉપર લીલવાનું પૂરણ ઘસીને લગાવો.
  5. ત્યાર બાદ પીઝા કટર વડે લાંબા કાપા પાડી તેને કિનારીથી વાળીને ગોળ રોલ બનાવી લો.
  6. વઘારીયામાં તેલ ગરમ કરી રાઈ ,તલ ગરમ કરી તૈયાર કરેલા રોલ પર નાખી દો.તૈયાર છે લીલવા સ્ટફડ ખાંડવી કોથમીરથી સજાવીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર