હોમ પેજ / રેસિપી / દાણાનું શાક

Photo of Beans sabji by Hiral Hemang  Thakrar at BetterButter
616
7
0.0(0)
0

દાણાનું શાક

Jan-24-2019
Hiral Hemang Thakrar
15 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાણાનું શાક રેસીપી વિશે

લીલાંદાણાઓમાંથી બનાવેલું શાક પરાઠા રોટલી ભાત સાથે પીરસી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • પ્રેશર કુક
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. વાલોર 50 ગ્રામ
  2. લીલા તુવેરદાણા 50 ગ્રામ
  3. લીલા ચણા 50 ગ્રામ
  4. લીલા વટાણા 50 ગ્રામ
  5. શિંગદાણા 50 ગ્રામ
  6. બટેટા 2 મધ્યમ કદના
  7. કુણા રીંગણ 5 - 6
  8. ટામેટું 1 નંગ
  9. મીઠું, હળદર, મરચું પાવડર, ધાણાજીરૂ પાવડર સ્વાદમુજબ
  10. રાય જીરૂ હિંગ વઘાર માટે
  11. તેલ વઘાર માટે
  12. પાણી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બધાં દાણા વીણી લો. રીંગણ અને બટેટા સમારી લો. ટામેટું પણ સમારી લો.
  2. હવે ગેસ પર કુકર મૂકી 3 પાવરા તેલ ઉમેરો, તેલ ગરમ થાય એટલે રાય જીરૂ હિંગનો વઘાર કરો, સમારેલું ટામેટું ઉમેરો જરા સાંતળો.
  3. હવે બધાં દાણા, રીંગણ અને બટેટા પાણીથી ધોઈ ને ઉમેરો.
  4. સ્વાદમુજબ બધાં મસાલા ઉમેરી સરખી રીતે મિક્સ કરો.
  5. અડધો કપ પાણી ઉમેરી 4 વ્હીસલ કરો.
  6. લો તૈયાર છે દાણાનું શાક.... ગાજર કોબીનો સંભારો, ભાત અને પાપડ સાથે સર્વ કર્યું છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર