હોમ પેજ / રેસિપી / ગાજર અપમ

Photo of CARROT SWEET APAMS by Deepa Rupani at BetterButter
952
6
0.0(0)
0

ગાજર અપમ

Jan-25-2019
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર અપમ રેસીપી વિશે

કેક એ સામાન્ય રીતે બધા ને બહુ ભાવેછે. પરંતુ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ એનો વધારે ઉપયોગ કરવો હિતાવહ નથી. આ અપમ નો સ્વાદ થોડો એવો લાગે, વધારે ગળ્યા પણ નહીં એટલે એ રીતે પણ સારા. જ્યારે સ્વાસ્થ્યપ્રદ ગળ્યું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ ઉત્તમ વિકલ્પ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ગુજરાત
  • શેકેલું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1/4 કપ ઘઉં નો લોટ
  2. 1/4 કપ ઓટ્સ
  3. 1 ગાજર
  4. 2 ટે. સ્પૂન માખણ
  5. 1/4 ટી.સ્પૂન તજ પાવડર
  6. 1/4 ટી.સ્પૂન સોડા બાય કાર્બ
  7. 1/2 કપ દૂધ ( આશરે )
  8. ખાંડ સ્વાદાનુસાર
  9. 3-4 ટીપા વેનીલા એસન્સ

સૂચનાઓ

  1. ગાજર ને છાલ ઉતારી ખમણી લો.
  2. બધી સામગ્રી મિક્સ કરી બીટ કરો. Dropping consistency રાખવી.
  3. પનિયારામ (અપમ મેકર)ની બધા ખાડા ને ગ્રીસ કરી ગેસ પર ગરમ મુકો. બધા ખાડા માં તૈયાર કરેલું મિશ્રણ નાખો.
  4. હવે ઢાંકી ને ધીમા તાપ પર કુક થવા દો. એક side પર કુક થાય એટલે બધા અપમ ને બીજી બાજુ ફેરવી દો. જરૂર લાગે તો થોડું ઘી કે માખણ નાખવું.
  5. ફરી ઢાંકી ને કુક થવા દેવું. ગેસ ધીમો જ રાખવો.
  6. થઈ જાય એટલે પ્લેટ માં કાઢી લેવા. હૂંફાળા સર્વ કરવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર