હોમ પેજ / રેસિપી / ઉંબાડીયું

Photo of Umbadiyu by Khushboo Doshi at BetterButter
1121
4
0.0(0)
0

ઉંબાડીયું

Jan-25-2019
Khushboo Doshi
60 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઉંબાડીયું રેસીપી વિશે

આ એક ખુબ જ ગુજરાતની પોપ્યુલર/પ્રખ્યાત ડીશ છે. જે નવસારી-વલસાડ હાઇવે પર ઓથેન્ટીક રીતે માટલામાં બનાવી સર્વ થાય છે.આ એક સિઝનલ ડિશ છે જે ફક્ત શિયાળા માં જ સર્વ કરવામાં આવે છે. ઝીરો ઓઈલ રેસીપી જે ઓથેન્ટીકલી માટલા માં બનાવવા માં આવે છે. અહીં મે આજ ઓથેન્ટીક રેસીપી ને ઓથેન્ટીક રીત થી જ બનાવ્યુ છે. જે ખુબ સરળ રીતે બનાવ્યુ છે. મે અહીં માટલામાં નથી બનાવ્યુ પણ ટેસ્ટ ઓથેન્ટીક લાગશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • બાફવું
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 500ગ્રામ- બેબી પોટેટો
  2. 2 મિડીયમ- શક્કરીયા
  3. 200/250 ગ્રામ- કંદ
  4. 250 ગ્રામ- સુરતી પાપડી / (સાથે તુવેર નાખવી હોય તો નાખી શકાય)
  5. 1/2 tbsp - આદુની પેસ્ટ(optional)
  6. 2tbsp- ગ્રીન ચીલી પેસ્ટ
  7. 1/2 tsp- હળદર
  8. 1 tsp- મરી પાવડર
  9. 2 tbsp- ધાણાજીરુ પાવડર
  10. અજમો
  11. 2 tbsp - તેલ
  12. 1 tsp અજમો
  13. મીઠું સ્વાદ મુજબ
  14. ગ્રીન ચટણી બનાવવા માટે ની સામગ્રી: 1 કપ ફ્રેશ કોથમીર
  15. 1/2 કપ ફ્રેશ લીલુ લસણ
  16. લેમન જયુસ
  17. લીલા મરચાં
  18. આખુ જીરું
  19. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. 1) સૌ પ્રથમ બધી વસ્તુ બરાબર છાલ સાથે ધોઈ લો. પછી ઉપર મુજબ શક્કરીયા ને રાઉન્ડ અને કંદ ને બતાવ્યા મુજબ કાપી લો. બટેકા ને વચ્ચે થી અડધા કટ કરો. અને બાજુમાં મેરીનેટ કરવા માટે મસાલો રેડી કરો. આદુ પેસ્ટ(optional),ગ્રીન ચીલી પેસ્ટ ,હળદર મરી પાવડર,ધાણાજીરુ પાવડર, તેલ,અજમો અને મીઠું સ્વાદ મુજબ નાંખી તેલ અને થોડું પાણી નાંખી તેની પેસ્ટ બનાવો.
  2. 2)જે પેસ્ટ બનાવી છે તેને ઉપર મુજબ લગાવો.શક્કરીયા,પાપડી અને કંદ ને બંને સાઈડ લગાવો અને બટેકામાં વચ્ચે કટ કર્યું છે તેમાં લગાવો.અને મેરીનેટ કરવા મુકો.
  3. 3)હવે એક કાણાં વાલા બાઉલ માં કોટન નું કપડું બરાબર મુકો અને અેમાં રેડી કરેલ વેજીટેબલ મુકી એના પર બીજુ કપડુ ગોઠવી 1 થી 1.5 કલાક મેરીનેટ કરવા મુકી દો.
  4. 4) મેરીનેટ થયા બાદ એક મોટા વાસણ માં બાઉલ મુકી ઢાંકી દો અને જે ડીશ ઢાંકો એના પર પણ એક કપડુ મુકો જેથી બાસ્પ/વરાળ નું પાણી વસ્તુ પર ના પડે. અને 10 મિનીટ બોઈલ કરવા મુકી દો.10મિ.પછી ચેક કરી પાકી ગયુ હોય તો ગરમા ગરમ ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
  5. 5) તો રેડી છે ઉંબાડીયુ.ગરમા ગરમ ગ્રીન ચટણી અને લેમન સાથે સર્વ કરો.
  6. 6) ગ્રીન ચટણી બનાવવાની રીત: ફ્રેશ કોથમીર,ફ્રેશ લીલુ લસણ,લેમન જયુસ,લીલા મરચાં આખુ જીરું,મીઠું સ્વાદ મુજબ મિક્ષર માં નાંખી ગ્રાઈન્ડ કરી લો અને ઉંબાડીયા સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર