હોમ પેજ / રેસિપી / મૂઠિયાં દાણા નું શાક

Photo of muthiya Dana nu sak by Kalpana Parmar at BetterButter
795
6
0.0(0)
0

મૂઠિયાં દાણા નું શાક

Jan-25-2019
Kalpana Parmar
15 મિનિટ
તૈયારી નો સમય
22 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મૂઠિયાં દાણા નું શાક રેસીપી વિશે

શિયાળા માં તુવેર ને પાપડી સારા પ્રમાણ માં મળતી હોય છે તેમજ મેથી પણ ખુબ સારી મળતી હોય છે તો સીઝન માં બનાવાય એવું શાક જે ઉંધીયા ના જેવો સ્વાદ લાગે છે બાજરી નો રોટલો કે ભાખરી સાથે ખુબ સારી લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 વાડકી તુવેર ને પાપડીના દાણાં
  2. 1/2 કપ લીલું લસણ ને લીલા ધાણા
  3. 1 નાની ચમચી લીલા મરચા ની પેસ્ટ
  4. 1/2 નાની ચમચી અજમો
  5. 1/4 નાની ચમચી હિંગ
  6. 2 મોટી ચમચી તેલ
  7. 1 નાની ચમચી લાલ મરચું
  8. 1/2 નાની ચમચી હરદર
  9. 1 નાની ચમચી ધાણા જીરું પાવડર
  10. 1/2 નાની ચમચી ગરમ મસાલો
  11. 1 મોટું ટામેટું ઝીણું સમારેલું
  12. 2 મોટી ચમચી ગોળ
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. મુઠીયા માટે
  15. 1/2 કપ ઘઉં નો કકરો લોટ
  16. 1/4 કપ બેસન
  17. 1/2 કપ મેથી ઝીણી સમારેલી
  18. 1 મોટી ચમચી લીલું લસણ
  19. 1/2 નાની ચમચી લીલા મરચાં ની પેસ્ટ
  20. 1/2 નાની ચમચી લાલ મરચું પાવડર
  21. 1 નાની ચમચી તેલ
  22. 1 નાની ચમચી ખાંડ
  23. 1 નાની ચમચી લીંબુ નો રસ
  24. સ્વાદ પ્રમાણે મીઠું
  25. તરવા માટે તેલ

સૂચનાઓ

  1. એક બોઉલ માં મુઠીયા માટે મેથી લસણ લીલું મરચું લાલ મરચું ખાંડ તેલ લીંબુ નો રસ ખાંડ નાખી ને હાથ થી મસરીને બધું મિક્સ કરી લો
  2. તેમાં ઘઉં નો કકરો લોટ બેસન નાખીને લોટ બાંધી ને 5 મિનિટ રેસ્ટ આપી નાના મૂઠિયાં વારી ગરમ તેલ માં ફ્રાય કરી લો
  3. એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં અજમો નાખી ને હિંગ નો વઘાર કરી તુવેર પાપડીના દાણા નાખો
  4. તેમાં લીલું મરચું હરદર લાલ મરચું ધાણા જીરું મીઠું નાખીને 1 મિનિટ સેકી લો
  5. 1 કપ પાણી નાખી ઢાંકીને દાણા ને ચડવા ડો દાણા ચડી જાય પછી ઝીણાં સમારેલાં ટામેટાં નાખી 2 મિનિટ ચડવા દો
  6. ટામેટાં ચડી જાય એટલે તેમાં ગોળ લીલું લસણ ઘણા ને મૂઠિયાં ગરમ મસાલો નાખી ઢાંકીને 1 મિનિટ ઢાંકીને રાંધો
  7. લીલું લસણ ને ધાણા થી ગાર્નીસ કરી સર્વ કરો બાજરી નો રોટલો કે ભાખરી સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર