હોમ પેજ / રેસિપી / Green Chickpeas Salad With Steamed Lentil Fenugreek Baskets

Photo of Green Chickpeas Salad With Steamed Lentil Fenugreek Baskets by Dhara Shah at BetterButter
774
8
0.0(1)
0

Green Chickpeas Salad With Steamed Lentil Fenugreek Baskets

Jan-25-2019
Dhara Shah
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • મિશ્રણ
  • પીસવું
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. તુવેર દાળ - મેથી ની બાસ્કેટ બનવા માટે:
  2. ૧/૨ કપ તુવેર દાળ, ૨ કલાક પાણીમાં પલાળી રાખવી
  3. ૧/૪ કપ મેથી, બારીક કટ કરેલી
  4. ૧/૪ ચમચી હળદર પાઉડર
  5. ચપટી હિંગ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તેલ ગ્રીસિંગ માટે
  8. લીલા ચણા નું ફિલિંગ માટે:
  9. ૧/૨ કપ લીલાં ચણા
  10. ૧/૨ ચમચો લીલું નાળિયેર, છીણેલું
  11. મીઠું સ્વાદાનુસાર
  12. વઘાર કરવા:
  13. ૧ ચમચી ઓલિવ તેલ
  14. ૧/૪ ચમચી રાઈ
  15. ૧/૪ ચમચી અડદ દાળ
  16. ૧/૪ ચમચી ચના દાળ
  17. થોડાંક લીમડા ના પાન
  18. ૧ ચમચી લીલું મરચું, જીણું સમારેલું
  19. ૧ ચમચી કોથમીર

સૂચનાઓ

  1. તુવેર દાળ ને ૨ કલાક પછી બધું પાણી નીતારી લ્યો અને મિક્સર માં પાણી વગર અધકચરું પેસ્ટ બનાવી કાઢી લ્યો.
  2. હવે તેમાં મેથી, મીઠું અને હળદર પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  3. હવે તેને તેલ થી ગ્રીસ કરેલા મોલ્ડ ક પછી નાની વાટકી માં સેટ કરી બાસ્કેટ નો શેપ આપો.
  4. હવે તેને ૧૦ મિનિટ સુધી સ્ટીમ કરવા મૂકો.
  5. બીજી બાજુ લીલાં ચણાનું ફિલીંગ ની તૈયારી કરો.
  6. એક બાઉલ માં લીલાં ચણા, છીણેલું નાળિયેર, અને મીઠું ઉમેરી મિક્સ કરો.
  7. અને વઘાર માટે તેલ માં રાઈ, અડદ અને ચણા ની દાળ ઉમેરો, દાળ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં લીલાં મરચાં, લીમડો નાખી વઘાર ને ચણા ના મિશ્રણ માં ઉમેરી બરાબર મિક્સ કરો.
  8. તો ફિલીંગ તૈયાર છે.
  9. હવે ૧૦ મિનિટ પછી બાસ્કેટ જે આપણે સ્ટિમ કરવા મૂકી હતી તેને બહાર કાઢી અનમોલ્ડ કરો.
  10. અને એમાં ફિલીંગ મૂકી કોથમીર ભભરાવી લીલી ચટણી સાથે સર્વ કરો.
  11. તો તૈયાર છે લીલાં ચણા નું સલાડ પૌષ્ટિક તુવેર દાળ - મેથી ની બાસ્કેટ ની સાથે.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Deepa Rupani
Jan-26-2019
Deepa Rupani   Jan-26-2019

સ્ટીમ કરેલી બાસ્કેટ કડક થઇ જાય કે સોફ્ટ રહે?

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર