હોમ પેજ / રેસિપી / લીલવા કચોરી ચાટ

Photo of Lilva kachori chaat by Shraddha Patel at BetterButter
1241
4
0.0(0)
0

લીલવા કચોરી ચાટ

Jan-26-2019
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલવા કચોરી ચાટ રેસીપી વિશે

અહીં લીલી તુવેર માંથી કચોરી બનાવેલ છે. શિયાળા મા આ વાનગી ખાવાની ખુબજ મજા પડે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • પીસવું
  • તળવું
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 4

  1. બે કપ લીલી તુવેર
  2. બે નંગ મરચા
  3. બે ચમચી લીંબુ નો રસ
  4. બે ચમચી ખાંડ
  5. સ્વાદ પ્રમાણે મીઠું
  6. 1/2 ચમચી જીરું
  7. ચપટી હિંગ
  8. 1/4 ચમચી હળદર
  9. 1 ચમચી ધાણાજીરું
  10. 1/2 ચમચી ગરમ મસાલો
  11. 1 નંગ બાફેલું બટેટું
  12. એક ચમચી સફેદ તલ
  13. 7-8 મીઠા લીમડા ના પાન
  14. 3-4 ચમચી બારીક સમારેલી કોથમીર
  15. 4 ચમચી તેલ
  16. તળવા માટે તેલ
  17. 1. 5 કપ મેંદો
  18. 3 ચમચી કોર્ન ફ્લૉર
  19. જરૂર મુજબ પાણી
  20. 2 ચમચી તેલ મોંણ માટે
  21. ગાર્નિશિંગ માટે :
  22. ખજૂર આમલી ની ચટણી
  23. લસણ ની ચટણી
  24. સેવ
  25. દાડમ ના દાણા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ તુવેર અને મરચા ને મિક્સર મા અધકચરા પીસી લો.
  2. હવે પેન મા તેલ મૂકી જીરું ઉમેરો.
  3. ત્યારબાદ મીઠા લીમડા ના પાન, સફેદ તલ અને હિંગ નાખી પીસેલું મિશ્રણ ઉમેરો.
  4. હવે મિશ્રણ ને હલાવતા રહી બરાબર પકાવી લો.
  5. ત્યારબાદ તેમાં મીઠું, ખાંડ, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને લીંબુ નાખી મિક્સ કરી લો.
  6. હવે તેમાં બાફેલા બટેટા ને છૂંદી ને નાખો અને કોથમીર નાખી મિક્સ કરી લો. મિશ્રણ તૈયાર છે.
  7. હવે કાથરોટ મા મેંદો અને કોર્ન ફ્લૉર લો, તેમાં મીઠું અને મોંણ નાખી પાણી થી કણક બાંધી લો.
  8. હવે કણક માંથી નાની નાની પુરી વણી તેમાં તૈયાર કરેલ મિશ્રણ ભરી કચોરી વાળી લો.
  9. કચોરી ને ગરમ તેલ મા ગોલ્ડન એવી તળી લો.
  10. ત્યારબાદ કચોરી ના કટકા કરી તેના પર ખજૂર આમલી ની ચટણી, લસણ ની ચટણી, સેવ અને દાડમ ના દાણા નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર