હોમ પેજ / રેસિપી / ગાજર બીટરૂટ બરફી

Photo of Carrot beetroot barfi by Shraddha Patel at BetterButter
561
4
0.0(0)
0

ગાજર બીટરૂટ બરફી

Jan-26-2019
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર બીટરૂટ બરફી રેસીપી વિશે

ગાજર અને બીટરૂટ બન્ને સ્વાસ્થ્ય માટે ખુબ સારા છે તો તેનો ભરપૂર ઉપયોગ કરીને બરફી બનાવેલી છે. શિયાળા મા વધુ કેલેરી ની જરૂર પણ હોય તો આ વાનગી જરૂર થી બનાવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ભારતીય
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 5

  1. 750 ગ્રામ ગાજર
  2. 250 ગ્રામ બીટરૂટ
  3. 1 કપ ખાંડ
  4. 1 લીટર દૂધ
  5. એક કપ છીણેલો માવો
  6. 7-8 ચમચી ડ્રાયફ્રૂટ્સ ની કતરણ
  7. 3-4 ચમચી ટોપરા નું છીણ
  8. 7-8 ચમચી ઘી
  9. ગાર્નિશિંગ માટે કાજુ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ગાજર અને બીટરૂટ ની છાલ કાઢી ધોઈ ને છીણી લો.
  2. હવે એક કઢાઈ મા ઘી મૂકો.
  3. તેમાં છીણેલું ગાજર અને બીટરૂટ ઉમેરી મિક્સ કરો. 3-4 મિનિટ શેકો.
  4. હવે તેમાં દૂધ અને ખાંડ ઉમેરી ધીમી આંચ પર હલાવતા રહો.
  5. મિશ્રણ થોડું ઘાટું થાય પછી છીણેલો માવો ઉમેરી દો અને સતત હલાવતા રહો.
  6. મિશ્રણ એકરસ થાય ઘાટું થાય જાય પછી ગૅસ પરથી નીચે લઇ તેમાં ડ્રાયફ્રૂટ્સ ની કતરણ નાખી મિક્સ કરી લો.
  7. હવે મિશ્રણ ને એક થાળી મા ઘી લગાવી ઢાળી લો.
  8. હવે તેમાં કાપા કરી લો અને તેના પર ટોપરા નું છીણ ભભરાવી દો.
  9. બરફી ના કટકા અલગ કરી ઠંડી થાય પછી તેના પર કાજુ મૂકી પીરસો.
  10. તો તૈયાર છે ગાજર બીટરૂટ બરફી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર