હોમ પેજ / રેસિપી / ગાજર - મેથી બાઈટ્સ

Photo of CARROT-FENUGREEK LEAVES BITES by Deepa Rupani at BetterButter
262
7
0.0(0)
0

ગાજર - મેથી બાઈટ્સ

Jan-26-2019
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર - મેથી બાઈટ્સ રેસીપી વિશે

શિયાળા માં ભરપૂર મળતા ગાજર અને મેથી માંથી એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ સ્ટાર્ટર બનાવ્યું છે. જે કોઈ પણ પાર્ટી કે ભોજન માટે અનુરૂપ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ રવો
  2. 1/2 કપ ઓટ્સ
  3. 1/2 કપ ઝીણી સુધારેલી મેથી
  4. 1/4 કપ ઝીણી સુધારેલી કોથમીર
  5. 1 ગાજર ઝીણું સુધારેલું
  6. 1 નાનું બટેટુ ઝીણું સુધારેલું
  7. 1 ડુંગળી ઝીણી સુધારેલી
  8. 3 ઝીણા સુધારેલા લીલા મરચા
  9. 1/2 કપ દહીં
  10. 1/2 ટી.સ્પૂન સોડા બાય કાર્બ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 1-2 ટે. સ્પૂન તેલ

સૂચનાઓ

  1. તેલ સિવાય બધી સામગ્રી મિક્સ કરી ને રાખો.
  2. થોડી વાર માટે આ મિશ્રણ રાખી મૂકવું. પછી અપમ પાન ( પનિયારામ ) ને તેલ લગાવી ગરમ મૂકવું. પાણી વાળા હાથ કરી, મિશ્રણ માંથી નાના નાના ગોળા બનાવી બધા ખાડા માં મુકવા.
  3. હવે ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચડવા દો .5-7 મિનિટ થશે. પછી બધા અપમ ફેરવી ટીપું ટીપું તેલ બધા માં નાખી,ફરી ઢાંકી ને ચડવા દેવું.
  4. બીજી બાજુ ચડી જાય એટલે નીકાળી ને ગરમ ગરમ સર્વ કરવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર