લીલા ચણા ની કચોરી | Green chickpeas kachori Recipe in Gujarati

ના દ્વારા Dr.Kamal Thakkar  |  27th Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Green chickpeas kachori by Dr.Kamal Thakkar at BetterButter
લીલા ચણા ની કચોરીby Dr.Kamal Thakkar
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

લીલા ચણા ની કચોરી

લીલા ચણા ની કચોરી Ingredients to make ( Ingredients to make Green chickpeas kachori Recipe in Gujarati )

 • કચોરી ના પળ માટે:
 • ઘઉં નો લોટ ૩/૪ કપ
 • મેંદો ૩/૪ કપ
 • રવો ૧ મોટી ચમચી
 • ઘી ૨ મોટી ચમચી
 • મીઠું ૧ નાની ચમચી
 • પાણી લોટ બાંધવા માટે
 • પૂરણ માટે:
 • લીલા ચણા ૧ કપ
 • આદુ મરચા નું પેસ્ટ ૧ મોટી ચમચી
 • ડુંગળી ૧
 • તેલ ૧ ચમચી
 • જીરું ૧ નાની ચમચી
 • વરિયાળી ૧ નાની ચમચી
 • આખા ધાણા ૧ ચમચી
 • હિંગ ૧/૨ નાની ચમચી
 • મીઠું
 • હળદર 1૧/૨ નાની ચમચી
 • લાલ મરચું ૧ નાની ચમચી
 • ધાણા જીરું ૧ નાની ચમચી
 • આમચૂર ૧ નાની ચમચી
 • લીલા ધાણા

How to make લીલા ચણા ની કચોરી

 1. એક વાસણ માં લોટ લાઇ લો.
 2. આમાં ઘી ને મીઠું ઉમેરીને પરોઠા જેવો લોટ બાંધવો.ઢાંકીને રાખી દેવો.
 3. લીલા ચણા ને ધોઈને નિતારી લેવા.
 4. મિક્સર માં પાણી નાખ્યા વગર અધકચરા વાટી લેવા.
 5. એક પેન માં તેલ લેવું.ગરમ થાય એટલે જીરું,ને વરિયાળી નાખવી.
 6. પછી હિંગ,ધાણા, આદુ મરચા ની પેસ્ટ નાખવી.
 7. એક મિનિટ સાંતળી ને સમારેલી ડુંગળી નાખવી.
 8. ડુંગળી ચડી જાય એટલે બધા મસાલા અને મીઠું ઉમેરવુ.
 9. પછી વાટેલા ચણા ઉમેરવા.
 10. એક ચમચી પાણી છાંટી ને બધું ભવગુ કરવુ અને ઢાંકીને ૩-૪ મિનિટ ચડવા દેવું.
 11. લીલા ધાણા નાખી ગેસ બંદ કરી દેવો.
 12. પુરણ ઠંડુ થાય એટલે એના નાના ગોળ વળી લેવા.
 13. લોટ માંથી ગોઈના કરીને એની પુરી વણો.ઉપર એક પુરણ નો ગોળો મુકો.
 14. બધી બાજુ થી બેન્ડ કરો.
 15. ધીમેં થી દબાવિને ફેલાવો.
 16. બધી કચોરી આવી રીતે તૈયાર કરો.
 17. તેલ ને મધ્યમ ગરમ કરીને બે થી ત્રણ કચોરી નાખો.
 18. ધીમા તાપે બંને બાજુ સરસ તળાય જાય એટલે કાઢી લો.
 19. ખજૂર આમલી ની ચટણી અને લીલી ચટણી સાથે ગરમાગરમ લીલા ચણા ની કચોરી પીરસો.

My Tip:

ધીમા તાપે તળવા થી કચોરી ખસતા થશે.

Reviews for Green chickpeas kachori Recipe in Gujarati (0)