હોમ પેજ / રેસિપી / હરા ચણા રબડી પેનાકોટા ફાલુદા ટ્રાઇફલ

Photo of Hara Chana rabdi pannacotta falooda trifle by Leena Sangoi at BetterButter
578
7
0.0(0)
0

હરા ચણા રબડી પેનાકોટા ફાલુદા ટ્રાઇફલ

Jan-27-2019
Leena Sangoi
10 મિનિટ
તૈયારી નો સમય
210 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હરા ચણા રબડી પેનાકોટા ફાલુદા ટ્રાઇફલ રેસીપી વિશે

ફ્યુઝન રેસિપી .રબડી ને ઈટાલિયન ડેઝર્ટ તરીકે નવું રૂપ આપવા માં આવ્યું છે.વીથ ફાલુદા ખૂબ જ સરસ ટેસ્ટ .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ .૨૫ લીટર દૂધ
  2. ૧ કપ લીલા ચણા
  3. ૧૦૦ ગ્રામ ખાંડ
  4. ૨ ટેબલસ્પૂન ઘી
  5. ૧/૨ ટીસ્પુન ઈલાયચી-જાયફળ પાવડર
  6. ૭ -૮ બદામ
  7. ૭-૮ પીસ્તા
  8. ૧ ટેબલસ્પૂન અગર અગર
  9. ૨ ચમચા ફાલુદા સેવ
  10. ૧ ચમચી તકમરિયા
  11. ૩ -૪ slice મિલ્ક bread
  12. સ્ટ્રોબેરી સિરપ

સૂચનાઓ

  1. બદામ અને પિસ્તાની કતરી કરવી. ચણાને ચીલી કટરમાં વાટી, તેનો ભૂકો કરવો.
  2. હવે એક પેનમાં ઘી ગરમ કરી, તેમાં ચણાનો ભૂકો નાંખી, ૩-૪ મિનિટ સાંતળવું.
  3. પછી તેમાં ૨ કપ દૂધ નાંખી, ધીમા તાપે ચણાનો ભૂકો ચડવા મુકવો.
  4. બધું દૂધ બળી જાય અને મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી લેવું.
  5. મિશ્રણ ઠંડુ થાય પછી તેને મિક્સરમાં વાટી, તેની પેસ્ટ બનાવવી.
  6. હવે બાકી વધેલું દૂધ એક તપેલીમાં નાંખી, ઊકળવા મુકવું.
  7. દૂધમાં ઉભરો આવે પછી ધીમા તાપે દૂધ ઊકળવા મુકવું.
  8. દૂધ બળીને અડધું રહે એટલે તેમાં ચણાની પેસ્ટ નાંખવી. થોડી-થોડીવારે દૂધ હલાવતા રહેવું જેથી તપેલીમાં નીચે દૂધ ચોટે નહી.
  9. હલાવતી વખતે તવેતાથી તપેલીમાં આજુબાજુ દૂધ લગાડતા રહેવું અને આજુબાજુ જે મલાઈ ચોટે તે ઉખાડી લેવી. તાપ ધીમો રાખવો, જેથી મલાઈ થાય અને રબડી મલાઈદાર બને.
  10. દૂધ ઘટ્ટ થાય એટલે ખાંડ નાંખી, ૪-૫ મિનિટ ઉકાળી, ગેસ પરથી ઉતારી લેવું. પછી તેમાં ઈલાયચી પાવડર અને બદામ અને પીસ્તાની કતરી નાંખવી.
  11. લીલા ચણાની રબડી ઠંડી કરી ને પીરસી શકાય.
  12. મેં રબડી પેનાકોટા બનાવવા ની કોશિશ કરી છે.
  13. અગર અગર પાવડર ને ૨ ચમચી પાણીમાં નાખી નવશેકું ગરમ કરવું.
  14. રબડી માં નાખી મિકસ કરવું.
  15. મોલ્ડ માં નાખી રબડી પેનાકોટા સેટ કરવા મૂકવું. સેટ થાય પછી અનમોલ્ડ કરવું.
  16. સર્વિંગ ડીશમાં પહેલા ફાલુદા સેવ નાખવી.
  17. મિલ્ક bread સ્ટ્રોબેરી સોસ લગાડવુ.
  18. ચણા રબડી પેનાકોટા મિલ્ક bread પર એસેમ્બલ કરી તકમરિયા ,બદામ,પિસ્તા ,સ્ટ્રોબેરી સિરપ થી ગાર્નિશ કરી ચીલ્ડ સર્વ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર