હોમ પેજ / રેસિપી / ઊંધિયું

Photo of Undhiyu by Solanki Minaxi at BetterButter
622
5
0.0(0)
0

ઊંધિયું

Jan-27-2019
Solanki Minaxi
25 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઊંધિયું રેસીપી વિશે

ઊંધિયું એ ગુજરાત ની પારંપરિક રેસિપી છે.જે વારે-તહેવારે બનાવવા મા આવે છે,જેને પૂરી ,પરાઠા ,રોટલી જોડે ખાઈ શકાય છે,અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • બાફવું
  • તળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 10

  1. મેથી ના મુઠીયા બનાવવા માટે :-
  2. ૧ ૧/૨ કપ ચણાનો લોટ
  3. ૧ ૧/૨ ટી સ્પૂન લાલ મરચું
  4. ૧ ૧/૨ ટી સ્પૂન ધાણાજીરુ
  5. ૧/૨ ટી સ્પૂન હળદર
  6. ૨ ટેબલસ્પૂન ગોળ
  7. ૧ કપ બારીક સમારેલી મેથી ની ભાજી
  8. ૧ ટેબલસ્પૂન તેલ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. પાણી જરૂર મુજબ
  11. રીંગણ ભરવા માટે :-
  12. ૬ નાના રીંગણાં
  13. ૩/૪ ચણાનો લોટ
  14. ૨ ટી સ્પૂન લાલ મરચું
  15. ૧ ટી સ્પૂન ધાણાજીરુ
  16. ૧ ૧/૨ ટેબલસ્પૂન ગોળ
  17. મીઠું સ્વાદાનુસાર
  18. તેલ જરૂર મુજબ
  19. લીલા મરચા ભરવા માટે :-
  20. ૬ નાના લોટ ભરાય તેવા મરચાં
  21. ૧/૨ કપ ચણાનો લોટ
  22. ૧ ટી સ્પૂન ધાણાજીરુ
  23. ૨ ટેબલસ્પૂન ગોળ
  24. મીઠું સ્વાદાનુસાર
  25. તેલ જરૂર મુજબ
  26. ઊંધિયું બનાવવા માટે :-
  27. ૧ કપ લીલી તુવેરના દાણા
  28. ૧ કપ લીલા ચણા
  29. ૧/૨ કપ વાલોળપાપડી
  30. ૧/૨ કપ સુરતી પાપડી
  31. ૧/૨ કપ વટાણા
  32. ૧૫ નાની બાફેલી બટેટી
  33. ૨૦૦ ગ્રામ રતાળુ
  34. વઘાર માટે :-
  35. ૧ કપ તેલ
  36. ૪ તમાલપત્ર
  37. ૩ તજ ના ટુકડા
  38. ૮ લવિંગ
  39. ૮ મરી
  40. ૩ બાદીયા
  41. ૧૫ થી ૨૦ લીમડાના પાન
  42. ૪ આખા લાલ મરચાં
  43. ૬ લીલા મરચા
  44. ૨ મોટા આદુ ના ટુકડા
  45. ૪ ટેબલસ્પૂન ધાણાજીરું
  46. ૩ ટેબલસ્પૂન લાલ મરચું
  47. ૧ ટી સ્પૂન હળદર
  48. ૧ ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું
  49. મીઠું સ્વાદાનુસાર
  50. ૧/૨ પલાળેલી ખાટી આમલી
  51. ૧/૨ કપ ગોળ

સૂચનાઓ

  1. મેથી ના ગોળા બનાવવા માટે :-
  2. બધી સામગ્રી મિક્સ કરી પાણી થી ગોળા બનાવી શકાય તેવો લોટ બાંધી ગોળા વાળી લો
  3. મરચાં ભરવાની સામગ્રી મિક્સ કરી મુઠ્ઠી પડતું મોણ નાખી મિક્સ કરી લો
  4. મરચાં માં કાપો મૂકીને બી કાઢી લોટ ભરી લો
  5. રીંગણા ને વચ્ચે થી કાપા મૂકી પાણી માં રાખો
  6. રીંગણા ભરવાની સામગ્રી મિક્સ કરી તેલ થી લોટ બાંધી રીંગણા ભરી લો
  7. મરચાં , રીંગણા અને મુઠીયા ને વરાળિયા બાફી લો અને તળી લો
  8. બટેટા સિવાય નું બધું શાક ધોઈ કૂકર માં ૧ સિટી કરી બાફી લો
  9. આદુ મરચાં ની પેસ્ટ માં બધો કોરો મસાલો નાખી પાણી નાખી મિક્સ કરી પેસ્ટ બનાવી લો
  10. હવે જાડા તળિયા વાળા તપેલામાં તેલ ગરમ કરો તેમાં ખડા મસાલા નાખી સાંતળો
  11. પછી તેમાં આદુ મરચાં વાળી પેસ્ટ સાંતળો
  12. હવે તેમાં બાફેલા શાક અને બટેટા ઉમેરી મિક્સ કરી લો સાથે ગોળ અને જરૂર પ્રમાણે આમલી નું પાણી નાખી મિક્સ કરી લો
  13. ૫ મિનિટ સુધી સાંતળો પછી તેમાં બાફીને તળેલા શાક નાખી હળવા હાથે મિક્સ કરી લો,૨ મિનિટ સુધી ચઢવા દો
  14. તો તૈયાર છે ગરમા ગરમ સ્વાદિષ્ટ ઊંધિયું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર