BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / સ્ટફ ચણા પનીર કુલચા અને કેરોટ રાયતું

Photo of Stuffed chana paneer kulcha by Purvi Modi at BetterButter
1
5
0(0)
0

સ્ટફ ચણા પનીર કુલચા અને કેરોટ રાયતું

Jan-28-2019
Purvi Modi
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ ચણા પનીર કુલચા અને કેરોટ રાયતું રેસીપી વિશે

લીલા પોપટાના ચણા અને પનીર નું સ્ટફિંગ કરી કુલચા બનાવ્યા છે. લીલી ચટણી, સોસ અથવા રાયતા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પોપટાના લીલા ચણા ૨ કપ
  2. છીણેલું પનીર ૧૦૦ ગ્રામ
  3. વાટેલા આદુ મરચાં ૨ ટેબલસ્પૂન
  4. વાટેલું લસણ ૧ ટી સ્પૂન
  5. સમારેલી કોથમીર ૧/૪ કપ
  6. તેલ ૩-૪ ટી સ્પૂન
  7. જીરું ૧ ટી સ્પૂન
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ગરમ મસાલો ૧ ટેબલસ્પૂન
  10. કુલચા માટે:-
  11. ઘઉં નો લોટ ૧ કપ
  12. મેંદો ૧ કપ
  13. મીઠું ૧ ટી સ્પૂન
  14. તેલ ૩-૪ ટી સ્પૂન
  15. અજમો ૧/૨ ટી સ્પૂન
  16. ચપટી સોડા
  17. બેંકીંગ પાઉડર ૧ ટી સ્પૂન
  18. દહીં ૪ ટેબલસ્પૂન
  19. ઝીણી સમારેલી મેથી ની ભાજી ૧/૨ કપ
  20. કાળા તલ ૧ ટી સ્પૂન
  21. ઘી અથવા બટર જરૂર મુજબ
  22. કેરોટ રાયતા માટે:-
  23. ઘટ્ટ વલોવેલુ દહીં ૧/૪ કપ
  24. છીણેલું ગાજર ૧/૪ કપ
  25. મીઠું સ્વાદ પ્રમાણે
  26. ખાંડ ૧ ટેબલસ્પૂન
  27. શેકેલા જીરું નો પાવડર ૧/૨ ટી સ્પૂન
  28. ઝીણું સમારેલું લીલું મરચું ૧
  29. સમારેલી કોથમીર ૨ ટી સ્પૂન
  30. શેકેલા શીંગદાણા નો ભૂકો ૨ ટેબલસ્પૂન
  31. ઘી ૧ ટી સ્પૂન
  32. રાઈ ૧/૪ ટી સ્પૂન
  33. જીરું ૧/૪ ટી સ્પૂન

સૂચનાઓ

  1. સૌપ્રથમ લીલા ચણા ને મિક્સરમાં અધકચરા પીસી લો.
  2. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરૂં ઉમેરો.
  3. હવે તેમાં વાટેલા આદુ મરચાં અને વાટેલું લસણ ઉમેરીને થોડીવાર સાંતળો.
  4. હવે તેમાં અધકચરા વાટેલા પોપટાના ચણા ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરો.
  5. ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચઢવા દો.
  6. થોડી થોડી વારે હલાવતા રહેવું અને ચણા બરાબર ચઢી જાય ત્યાં સુધી રાંધો.
  7. ત્યારબાદ તેમાં ગરમ મસાલો અને સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરો.
  8. મિશ્રણ ને ગેસ પરથી ઉતારી છીણેલું પનીર ઉમેરીને બરાબર મિક્સ કરો. સ્ટફિંગ તૈયાર છે.
  9. કેરોટ રાયતા માટે:- એક નાની કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં રાઈ અને જીરું ઉમેરો.
  10. રાઈ તતડે એટલે તેમાં છીણેલું ગાજર અને ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરી બરાબર સાંતળો.
  11. સંતળાઈ જાય એટલે અને થોડું ઠંડું પડે એટલે તેને વલોવેલા ઘટ્ટ દહીં માં ઉમેરી દો.
  12. સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, શેકેલા જીરું નો પાવડર, શીંગ દાણા નો ભૂકો અને સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરો.રાયતુ તૈયાર છે.
  13. હવે કુલચા માટે ની બધી સામગ્રી ભેગી કરી ( ઘી સિવાય) પાણી ઉમેરીને નરમ કણક બાંધો. કણક ને ઢાંકી ને ૧-૨ કલાક સુધી હુંફાળી જગ્યાએ રાખો.
  14. ૧-૨ કલાક પછી કણક ને બરાબર મસળીને મોટા લુવાતૈયાર કરો.
  15. હવે એક લુવો લઈ, અટામણ માં રગદોળી થોડું વણી લો. વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ ભરી ફરી થી અટામણ માં રગદોળી કુલચા વણી લો. તેની એક બાજુ ઉપર પાણી લગાવો. પાણી વાળો ભાગ નીચે રાખી ગરમ તવા પર શેકવા મૂકો.
  16. નીચે નો ભાગ શેકાઈ જાય એટલે તવીને ઊંધી કરી બીજો ભાગ ફલેમ ઉપર શેકો. કુલચાને પ્લેટમાં કાઢી ઉપર ઘી અથવા બટર લગાવી લીલી ચટણી, સોસ અને કેરોટ રાયતા સાથે પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર