કેરોટ મેથી રોઝ મોમોઝ | Carrot Methi Rose Momos Recipe in Gujarati

ના દ્વારા Asha Shah  |  28th Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Carrot Methi Rose Momos by Asha Shah at BetterButter
કેરોટ મેથી રોઝ મોમોઝby Asha Shah
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

કેરોટ મેથી રોઝ મોમોઝ

કેરોટ મેથી રોઝ મોમોઝ Ingredients to make ( Ingredients to make Carrot Methi Rose Momos Recipe in Gujarati )

 • 1.2વાડકી મેંદો
 • 2.મીઠું સ્વાદ મુજબ
 • 3.1વાડકી પાલક સમારેલી
 • 4.1/2 વાડકી મેથી સમારેલી
 • પાણી જરુર મુજબ
 • સ્ટફીંગ માટે
 • 1.1 ઝીણુ સમારેલી ડુંગરી
 • 2.1ઝીણી સમારેલી શીમલા મરચું
 • 3.1ગાજર ઝીણી સમારેલી
 • 4.1ચમચી તેલ
 • 5.લસણ આદુ ની પેસ્ટ
 • 6.લાલ મરચું 1/2 ચમચી
 • 7.1/4 ચમચી હલદર
 • 8.મીઠું સ્વાદ મુજબ
 • 9.2ચમચી સેજવાન ચટની
 • 10.લીલુ મરચું(ઓપ્શનલ )
 • 11.1/2 ચમચી ગરમ મસાલો.
 • 12.સોસ પીરસવા

How to make કેરોટ મેથી રોઝ મોમોઝ

 1. 1.પાલક ,મેથી ધોઇ સમારી મીકશર મા પ્યુરી બનાવી લેવી .
 2. 2 બાઉલ મા મેંદો લઇ,મીઠુ નાખી પયુરી નાખી લોટ મસડવો.જરુર મુજબ પાણી રેડી થોડો કઠણ લોટ બાંધવો.15 મીનીટ સાઇડ પર મુકવો.
 3. 3.એક કડાઇ મા તેલ મુકી ડુંગરી નાખી લસણ,આદુ,મરચાની પેસ્ટ નાખી શીમલા મરચુ ,ગાજર નાખી 2/3મીનીટ ચઢવા દઇ સુકો મસાલો નાખી સેજવાન સોસ મુકી બરાબર હલાવી બાઉલ મા લઇ ઠંડુ થવા દો.
 4. 4.લોટ લઇ બરાબર મસડી મોટા એકસાઇઝના લુઆ કરી મોટી પાતડી રોટલી વણો.
 5. 5.3 અલગ સાઇઝ ના કે એક સરખા ઢાંકણ થી રાઉન્ડ મા કાપી વધારા નો લોટ ફરી વાપરવો.
 6. 6.3પુરી મોટા થી નાની ગોઠવી વચ્ચે પાતડી લાઇન મા મસાલો મુકવો.
 7. 7.એકબાજુ થી બીજી બાજુ હાથ થી દબાવી લાંબી સીધી લાઇન થશે .
 8. 8.એકબાજુ થી ગોડ આકાર મા ફેરવતા જવુ.છેલ્લે પાણી થી બંધ કરો તો રોઝ નો આકાર બનશે.એના પડ થોડા ખોલવા.
 9. 9.આ રીતે બધા રોઝ બનાવવા.
 10. 10.સ્ચીમર મા પાણી ઉકડે એટલે ટ્ે કે બાઉલ ને તેલ લગાડી રોઝ અંગર મુકી 25 મીનીટ માટે હાઇ ફ્લેમ પર થવા દેવુ.
 11. 11.મનપસંદ સોસ કે ચટની સાથે પીરસવું.

My Tip:

તમે કેબેજ,લીલા ધાણા નાખી શકો છો.પુરી પાતડી વણવી.

Reviews for Carrot Methi Rose Momos Recipe in Gujarati (0)