હોમ પેજ / રેસિપી / ગાજર ની બરફી

Photo of Carrot Barfi by Mital Viramgama at BetterButter
524
4
0.0(0)
0

ગાજર ની બરફી

Jan-28-2019
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર ની બરફી રેસીપી વિશે

ગાજર ની બરફી શિયાળા માં ખુબજ સરસ બને છે.શિયાળાની સીઝનમાં ગાજર સારાં મળે મીઠાં એટલે બરફી પણ સરસ બને છે.આને તમે બનાવી ને બે થીં ત્રણ અઠવાડિયાં સુધી રાખી પણ શકો.આ બરફી તમે ઉપવાસમાં પણ ખાઇ શકો.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 4કપ ગાજર જીણા ખમણેલા
  2. 1/2 કપ ઘી
  3. 1 કપ ખાંડ
  4. 1 કપ માવો
  5. 1કપ મીલ્ક પાવડર
  6. 1/2 ટી સ્પૂન એલાયચી પાવડર
  7. 2 ટેબલ પીસ્તાની કતરી
  8. થોડા તાંતણા કેસર

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ગાજર ને સાવ જીણા ખમણી લો.
  2. હવે એક નોન સ્ટીક પેનમાં ગાજર મા ઘી નાખી સાંતળવું.
  3. થોડીકવાર સાંતળી પછી માવો નાખી ઘીમા તાપે શેકવા નુ.
  4. હવે બે મીનીટ સેકાય જાય એટલે ખાંડ નાખી ને હલાવાનુ.
  5. હવે થોડી વાર પછી મીલ્ક પાવડર નાખી હલાવો.
  6. હવે થોડા દૂધ માં કેસર ને ઓગાળી મીકસ કરી લો અને એલાયચી પાવડર નાખી દો.
  7. પેન છોડવા માંડે એટલે તમારો હલવો તૈયાર છે.
  8. હવે ઘી લગાવેલી ટ્રે મા ઢાળી દેવું ઉપર પીસ્તા ની કતરી છાંટી દેવાની અને બે થી ત્રણ કલાક સેટ થવા માટે રહેવા દેવો.
  9. જામી જાય એટલે પીસ કરી ને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર