હોમ પેજ / રેસિપી / કેરોટ સલાડ

Photo of Carrot salad by Mital Viramgama at BetterButter
327
3
0.0(0)
0

કેરોટ સલાડ

Jan-28-2019
Mital Viramgama
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેરોટ સલાડ રેસીપી વિશે

આ સલાડ ખૂબજ હેલ્થી સાથે ટેસ્ટી પણ છે.અને બીજાં સલાડ કરતાં થોડું ડિફરન્ટ છે. તમે આ સલાડ માં તમારાં ફેવરીટ બાફેલા કઠોળ પણ નાખી શકો.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સલાડ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 નંગ ગાજર
  2. 1 નંગ કેપ્સીકમ
  3. 1 નંગ ટમેટુ
  4. 2 નંગ લીલી ડુંગળી
  5. 1 નંગ કાકડી
  6. 3 નંગ લીલા મરચાં
  7. 1 ટેબલ સ્પૂન લીલાં ધાણા ભાજી નાખી
  8. 5 થી 6 ફૂદીના પાન
  9. 1/4 ટી સ્પૂન મરી નો ભૂકો
  10. નીમક સ્વાદ અનુસાર
  11. 1/4 ટી સ્પૂન ખાંડ
  12. 5 ટેબલ સ્પૂન મગફળી સેકેલી ફોતરી કાઢેલી
  13. 1/2 ટી સ્પૂન તેલ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં મગફળી ફોતરી કાઢેલી લઇને તેલ ગરમ કરી તેમાં સહેજ સેકી લેવી. અને તેમાં નીમક સ્વાદ અનુસાર નાખી દેવું
  2. હવે ગાજર ને છોલી જાડું ખમણી લેવાનું
  3. હવે ડુંગળી અને કેપ્સીકમ અને ટમેટુ અને કાકડી સમારી ને ગાજર મા મીકસ કરી લો.
  4. હવે ફુદીનો લીલાં મરચાં ધાણા ભાજી એકદમ જીણુ સમારી ને તેમાં નીમક ખાંડ અને લીંબુ નો રસ નાખી મીક્સ કરી લો.
  5. હવે આ ડ્રેસીંગ સલાડ ની અંદર નાખી મીક્સ કરી લો .
  6. જયારે સર્વ કરવું હોય ત્યારે મગફળી ના દાણા નાંખી મીક્સ કરી સર્વ કરો.
  7. હવે તૈયાર છે તમારૂં યમી સલાડ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર