હોમ પેજ / રેસિપી / લીલા ચણા નો હલવો(ઝાઝરીયા)

Photo of Lila Chana No Halvo( Jhajhariya) by Nandini Maheshwari at BetterButter
169
5
0.0(0)
0

લીલા ચણા નો હલવો(ઝાઝરીયા)

Jan-28-2019
Nandini Maheshwari
5 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલા ચણા નો હલવો(ઝાઝરીયા) રેસીપી વિશે

ફ્રેશ લીલા ચણા નો ટેસ્ટી હલવો ,બનાવવા માં બહુ સરલ અને ખાવા માં બહુ સ્વાદિષ્ટ. રાજસ્થાન અને મેવાડ નો લીલા ચણા નો હલવો પ્રખ્યાત છે,ત્યારે એને ઝાઝરીયા ના નામે ઓળખાય છે અને શિયાળા માં દરેક ઘર માં બનતું જ હોય છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • તહેવાર
 • રાજસ્થાન
 • સાંતળવું
 • મુખ્ય વાનગી
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

 1. 250 ગ્રામ લીલા ચણા
 2. 1/2 કપ ઘી
 3. 1 કપ ખાંડ
 4. 2 કપ દુધ
 5. 1 કપ મિલ્ક પાવડર
 6. 1/2 ચમચી એલચી પાવડર
 7. 10 બદામ ની કતરણ
 8. ચાંદી નો વરખ

સૂચનાઓ

 1. લીલા ચણા ને ધોઈ લો .
 2. મિક્ષી જાર માં મૂકી થોડુંક દૂધ નાખી ને બારીક પીસ લો.
 3. કડાઈ મા ઘી ગરમ કરો અને ચણા ની પેસ્ટ ને સાંતળો.
 4. મિશ્રણ ને સતત હલાવતા રહો અને 15 -20 મિનિટ સુધી સાંતળો.
 5. જ્યારે મિશ્રણ એક્દમ કોરું પડે અને પાણી નો ભાગ બળી જાય ત્યા સુધી શેકો.
 6. પછી એમાં દૂધ અને મિલ્ક પાવડર ઉમેરી પકવો.
 7. મિશ્રણ ને સતત ચલાવતા રહો.
 8. તેમા ખાંડ નાખી ને હલાવો.
 9. એલચી પાવડર અને બદામ ની કતરણ નાખો સરસ લચકા પડતું થાય અને ઘી છૂટું પાડવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો.
 10. લીલા ચણા નો સરસ હલવો રેડી છે.બદામ ની કતરણ ને ચાંદી નો વરખ લગાવો ને અને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર