ચાઈનીઝ લીલવા કોઈન્સ | Chinese Lilava Coins Recipe in Gujarati

ના દ્વારા Bharti Khatri  |  28th Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Chinese Lilava Coins by Bharti Khatri at BetterButter
ચાઈનીઝ લીલવા કોઈન્સby Bharti Khatri
 • તૈયારીનો સમય

  30

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  2

  લોકો

4

0

ચાઈનીઝ લીલવા કોઈન્સ

ચાઈનીઝ લીલવા કોઈન્સ Ingredients to make ( Ingredients to make Chinese Lilava Coins Recipe in Gujarati )

 • ૧૦૦ ગ્રામ લીલવા ના દાણા
 • ૧ ચમચો તેલ
 • ૧/૪ ચમચી રાઈ
 • ૧ ચમચી લાલ મરચુ પાઉડર
 • ૧ ચમચી ધાણાજીરુ
 • ૧ ચમચી ગરમ મસાલો
 • નાનો ટૂકડો આદું
 • ૧ લીંબુનો રસ
 • ૫૦ ગ્રામ મેંદો
 • ૧ ચમચી ઘી
 • મીંઠુ સ્વાદમુજબ
 • ગ્રેવી માટે :-
 • ૨ ડુંગળી
 • ૧ ક્પ્સીકમ
 • ૧ ઝીણું સમાયેલ ટામેટું
 • ૧ ચમચી સોયાસોસ
 • ૧ ચમચી ચીલીસોસ
 • ૧ ચમચી વિનેગર
 • મીંઠુ સ્વાદમુજબ

How to make ચાઈનીઝ લીલવા કોઈન્સ

 1. ચીલી કટર મા લીલાવા વાટી લેવા.
 2. કડાઈ મા ૨ ચમચી જેટલું તેલ ગરમ કરી તેમા રાઈ તટડાવી લીલવા નો માવો સાંતળવો.
 3. હવે તેમા મીંઠુ સ્વાદમુજબ ભભરાવી લેવુ. માવો ચડી જાય એટલે તેમા લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો અને લીંબુનો રસ મિક્સ કરી બરાબર હલાવી લેવું.
 4. હવે મવો ઠંડો થવા દેવો
 5. મેંદા મા મીંઠુ અને ૧ ચમચી ઘી નુ મોણ નાખી પુરી જેવો લોટ બાંધી લેવો.
 6. પુરી વણીને તેમા લીલવા નો માવો ભરી ફરી સહેજ વણી લેવી. આ રીતે બધી જ પુરી તૈયાર કરી લેવી.
 7. તૈયાર કરેલ પુરી તવી ઉપર ધીમા તાપે શેકી લેવી.
 8. હવે ગ્રેવી માટે ડુંગળી, ટામેટા અને ક્પ્સીકમ ઝીણા સમારી લેવા.
 9. કડાઈ મા ૧ ચમચી જેટલું તેલ ગરમ કરી તેમા ડુંગળી સાતળવી. હવે ટમેટા અને ક્પ્સીકમ પણ ડુંગળી મા મિક્સ કરી સાતળી લેવા.
 10. હવે તે સંતળાયા પછી તેમા સોયાસોસ, ચીલીસોસ, વિનેગર અને મીંઠુ સ્વાદમુજબ નાખવું.
 11. હવે પ્લેટ મા તૈયાર કરેલ પુરી મૂકી તેના પર ગ્રેવી અને તેના પર બીજી પૂરી ના ૪ પીસ કરી ગોઠવી લીલવા નો મસાલો ભભરાવી ને પીરસવું.
 12. હવે તૈયાર છે આપણા ગરમા ગરમ ચાઈનીઝ લીલવા કોઈન્સ..

My Tip:

આપ ચાહો તો ગ્રેવી મા બીજા શાકભાજી પણ મિક્સ કરી શકો છો.

Reviews for Chinese Lilava Coins Recipe in Gujarati (0)