હોમ પેજ / રેસિપી / ચાઈનીઝ લીલવા કોઈન્સ

Photo of Chinese Lilava Coins by Bharti Khatri at BetterButter
359
6
0.0(0)
0

ચાઈનીઝ લીલવા કોઈન્સ

Jan-28-2019
Bharti Khatri
30 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઈનીઝ લીલવા કોઈન્સ રેસીપી વિશે

આ રેસિપી તુવેર ના લીલા દાણા ને અધકચરા વાટી ને તેને વઘારી સૂકા મસાલા મિક્સ કરી કચોરી નીજેમ મસાલો તૈયાર કરી તે મસાલા ને પુરી વણી તેમા લીલવા નો મસાલો ભરીને નાની પુરી વણીને તવી પર શેકી લેધી અને ચાઈનીઝ ગ્રેવી મા સર્વ કરેલ છે ખરેખર ખૂબજ ટેસ્ટી અને લાજવાબ બનેલ છે આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • શેકેલું
  • સાંતળવું
  • ખાદ્ય પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧૦૦ ગ્રામ લીલવા ના દાણા
  2. ૧ ચમચો તેલ
  3. ૧/૪ ચમચી રાઈ
  4. ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  5. ૧ ચમચી ધાણાજીરુ
  6. ૧ ચમચી ગરમ મસાલો
  7. નાનો ટૂકડો આદું
  8. ૧ લીંબુનો રસ
  9. ૫૦ ગ્રામ મેંદો
  10. ૧ ચમચી ઘી
  11. મીંઠુ સ્વાદમુજબ
  12. ગ્રેવી માટે :-
  13. ૨ ડુંગળી
  14. ૧ ક્પ્સીકમ
  15. ૧ ઝીણું સમાયેલ ટામેટું
  16. ૧ ચમચી સોયાસોસ
  17. ૧ ચમચી ચીલીસોસ
  18. ૧ ચમચી વિનેગર
  19. મીંઠુ સ્વાદમુજબ

સૂચનાઓ

  1. ચીલી કટર મા લીલાવા વાટી લેવા.
  2. કડાઈ મા ૨ ચમચી જેટલું તેલ ગરમ કરી તેમા રાઈ તટડાવી લીલવા નો માવો સાંતળવો.
  3. હવે તેમા મીંઠુ સ્વાદમુજબ ભભરાવી લેવુ. માવો ચડી જાય એટલે તેમા લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો અને લીંબુનો રસ મિક્સ કરી બરાબર હલાવી લેવું.
  4. હવે મવો ઠંડો થવા દેવો
  5. મેંદા મા મીંઠુ અને ૧ ચમચી ઘી નુ મોણ નાખી પુરી જેવો લોટ બાંધી લેવો.
  6. પુરી વણીને તેમા લીલવા નો માવો ભરી ફરી સહેજ વણી લેવી. આ રીતે બધી જ પુરી તૈયાર કરી લેવી.
  7. તૈયાર કરેલ પુરી તવી ઉપર ધીમા તાપે શેકી લેવી.
  8. હવે ગ્રેવી માટે ડુંગળી, ટામેટા અને ક્પ્સીકમ ઝીણા સમારી લેવા.
  9. કડાઈ મા ૧ ચમચી જેટલું તેલ ગરમ કરી તેમા ડુંગળી સાતળવી. હવે ટમેટા અને ક્પ્સીકમ પણ ડુંગળી મા મિક્સ કરી સાતળી લેવા.
  10. હવે તે સંતળાયા પછી તેમા સોયાસોસ, ચીલીસોસ, વિનેગર અને મીંઠુ સ્વાદમુજબ નાખવું.
  11. હવે પ્લેટ મા તૈયાર કરેલ પુરી મૂકી તેના પર ગ્રેવી અને તેના પર બીજી પૂરી ના ૪ પીસ કરી ગોઠવી લીલવા નો મસાલો ભભરાવી ને પીરસવું.
  12. હવે તૈયાર છે આપણા ગરમા ગરમ ચાઈનીઝ લીલવા કોઈન્સ..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર