હોમ પેજ / રેસિપી / સ્ટફેડ કેરટ અપપમ

Photo of stuffed carrot appe by Hiral Pandya Shukla at BetterButter
380
4
0.0(0)
0

સ્ટફેડ કેરટ અપપમ

Jan-28-2019
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફેડ કેરટ અપપમ રેસીપી વિશે

ગાજર ને ખમણી ને લોટ મા મીક્સ કરી પણ બનાવી શકાય પણ મે થોડી અલગ રીતે કરવા નો પ્રયત્ન કર્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. એક કપ ખમણેલું ગાજર
  2. અડધો કપ દહી
  3. એક નાની ચમચી મરી પાવડર
  4. મીઠું સ્વાદ મુજબ
  5. પાણી જરુર મુજબ
  6. બેકીંગ સોડા નાની અડધી ચમચી
  7. સુજી એક કપ
  8. ડુંગળી એક નંગ ખમણેલ
  9. અડધી ચમચી આદુ અને લસણનીપેસ્ટ
  10. ઘાણા જીરું અડધી ચમચી
  11. ચાટ મસાલો અડધી ચમચી
  12. તેલ બે થી ત્રણ ચમચી

સૂચનાઓ

  1. એક વાસણ માં ગાજર, ડુંગળી અને લસણની પેસ્ટ તેમજ મીઠું નાખીને મીક્સ કરી પાચ મીનીટ સુધી મુકી દો.
  2. બીજા વાસણ માં સુજી , દહી અને તેલ સીવાય ના બધા મસાલા મીક્સ કરી પાણી નાખી ઘટ્ટ બેટર બનાવો.
  3. ગાજર વાળા મીશ્રણ માથી હાથથી દબાવી અને બધુ પાણી નીચવી લો.
  4. ગાજર ના નાના બોલ બનાવી લો.
  5. હવે સુજી વાડુ બેટર ફુલી અને ઘટ્ટ થઇ ગયું હશે તો તેમા જરુર મુજબ નું ગાજર નુ નીચવેલુ પાણી મીકસ કરી બેટર નરમ કરો.
  6. અપ્અમ પેન ગરમ કરી તેને તેલ થી ગ્રીસ કરી થોડુ થોડું બેટર ખાના માં ભરો.
  7. ઢાકી 5 મનીટ મીડિયમ તાપે ચઢવા દો
  8. તેમા ગાજર ના બોલ મુકો.
  9. ઉપર ફરી બેટર ઉમેરો.
  10. ઢાકી ચઢવા દો.
  11. ઉપર તેલ લગાવીને ફેરવી દો.
  12. બન્ને બાજુ સોનેરી રંગ ના થાય ત્યાં સુધી શેકો.
  13. ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર