હોમ પેજ / રેસિપી / ગડીયા થેપલા

Photo of Sweet thepla by Krupa Shah at BetterButter
803
2
0.0(0)
0

ગડીયા થેપલા

Jan-28-2019
Krupa Shah
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગડીયા થેપલા રેસીપી વિશે

મેથી ની ભાજી વાપરી 2-3 જાત ના લોટ ઉમેરીને દહીં વાપરી લોટ બાંધવા માં આવે એવા પૌષ્ટિક અને ચટપટા હોઈ છે આ થેપલાં.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 2 કપ જીણી સમારેલી મેથી ની ભાજી
  2. 2 કપ ઘઉં નો લોટ
  3. 2 મોટી ચમચી રાગી નો લોટ
  4. 1/2 કપ ચણા ની દાળ નો લોટ
  5. 1/2 કપ તાજું દહીં
  6. 3 મોટી ચમચી ગોળ 1/4 કપ પાણીમાં પલાળી ને રાખવું
  7. 1 & 1/2 ચમચી અથાણાં નો મસાલો
  8. 2 મોટી ચમચી સફેદ તલ
  9. સ્વાદ પ્રમાણે મીઠું
  10. 1/2 નાની ચમચી હળદર
  11. 2 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  12. 2 નાની ચમચી ધાણા જીરું પાવડર
  13. 1 નાની ચમચી શેકેલા જીરા નો પાવડર
  14. 2 મોટા ચમચા તેલ

સૂચનાઓ

  1. બધી સામગ્રીઓ એક પરાત માં લઇ થેપલાં ની કણક બાંધી લો.
  2. જો જરૂર પડે તો થોડું પાણી લેવું કણક બાંધવા.
  3. તેલ લગાવી ને કેડવી લો.
  4. 10 મિનિટ માટે કણક બાજુ પર મૂકી દો.
  5. હવે નાના ગોળાં વળી લો.
  6. હવે થેપલાં વણી લો.
  7. ગરમ તવી પર તેલ મૂકી બધા થેપલાં શેકી લો.
  8. ગરમા ગરમ થેપલાં ઘી અને ચા સાથે માણો!

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર