હોમ પેજ / રેસિપી / મેક્સિકન કીનોઆ કેશરોલ

Photo of Maxican quinoa casseroll by Bhumika Gandhi at BetterButter
2
7
0.0(0)
0

મેક્સિકન કીનોઆ કેશરોલ

Jan-29-2019
Bhumika Gandhi
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેક્સિકન કીનોઆ કેશરોલ રેસીપી વિશે

ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ડિશ છે અને બનાવવું પણ સરળ છે

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • એકલા
 • મેક્સિકન
 • બાફવું
 • સાંતળવું
 • નાસ્તો અને સવાર નો હળવો લંચ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

 1. ૧ કપ કવીનોઆ
 2. ૧/૨ કપ બીન્સ ( પલાળેલા, બાફેલા)
 3. ૧/૨ કપ અમેરિકન મકાઈ ના દાણા
 4. ૧/૨ ડુંગળી બારીક સમારેલી
 5. ૨ થી ૩ કળી લસણની
 6. ૧ ચમચી ઓલિવ ઓઇલ
 7. ૧/૨ લાલ શિમલામીર્ચ બારીક કાપેલું
 8. ૧/૨ નાની ચમચી મરચું પાવડર
 9. ૨ કપ વેજીટેબલ સ્ટોક
 10. નમક સ્વાદાનુસાર
 11. ૧/૨ નાની ચમચી મરી પાવડર
 12. સજાવા માટે
 13. બારીક સમારેલી કોથમીર
 14. આવાકાડો ની સ્લાઈસ

સૂચનાઓ

 1. સૌ પ્રથમ એક પેન ગરમ મૂકી તેમાં ઓલિવ ઓઇલ નાખો
 2. હવે તેમાં ડુંગળી નાખી સાંતળી લો
 3. ત્યારબાદ બારીક સમારેલું લસણ નાખી સાંતળી લો
 4. હવે તેમાં બીન્સ, લાલ શિમલામિર્ચ, મકાઈના દાણા નાખી તેમાં ધોયેલા કવીનોઆ નાખો
 5. હવે તેમાં બધાજ મસાલા નાખો
 6. ત્યારબાદ તેમાં ૨ કપ જેટલો વેજીટેબલ સ્ટોક નાખી હલાવો
 7. તેને ૧૦ થી ૧૫ મિનિટ ચડવા દો અને ઢાંકણ ઢાંકી દો
 8. ચડી જાય પછી કોથમીર નાખી બાઉલ માં સર્વ કરો અને અવકાડો થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર