હોમ પેજ / રેસિપી / થીન ક્રસ્ટ પિઝા ઈન બેસિલ સોસ

Photo of Thin crust Pizza in basil sauce by Disha Chavda at BetterButter
173
7
0.0(0)
0

થીન ક્રસ્ટ પિઝા ઈન બેસિલ સોસ

Jan-29-2019
Disha Chavda
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થીન ક્રસ્ટ પિઝા ઈન બેસિલ સોસ રેસીપી વિશે

અલગ ટેસ્ટ પિત્ઝા, નો બેક રેસિપી, તવા પીઝા. આમ જોવા જઈએ તો પિત્ઝા યિસ્ટ નાખી ને જ બનાવું પડે. આ થીન ક્રસ્ટ પિત્ઝા એ યિસ્ટ વગર બનાવાય છે. ભાખરી ની જેમ શેકી ને બનાવીએ તો સરસ ક્રિસ્પી લાગે છે. બેઝિલ ઇટાલિયન ડિશ માં વધારે વાપરવામાં આવે છે. એની સુગંધ એકદમ એરોમેટિક હોય છે. પીઝા માં પીઝા સોસ કરતા આ અલગ સોસ ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • ભારે
 • ડીનર પાર્ટી
 • ઇટાલિયન
 • પેન ફ્રાય
 • મુખ્ય વાનગી
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

 1. મેંદો ૨ કપ
 2. મીઠુ સ્વાદાનુસાર
 3. ગારલિક પાવડર ૨ ચમચી
 4. તેલ ૨ ચમચા
 5. બેકિંગ પાવડર ૨ ચમચી
 6. બેસિલ નાં પાન ૫૦ ગ્રામ
 7. અખરોટ ૧ મુઠ્ઠી
 8. લસણ ૮ થી ૧૦ કળી
 9. ઓલિવ ઓઇલ ૧ કપ
 10. પનીર ટુકડા ૧ નાનો કપ
 11. સમારેલી ડુંગળી ૧ નાનો કપ
 12. સમારેલા કેપ્સીકમ ૧ નાનો કપ
 13. સમારેલા ઓલિવ ૧ નાનો કપ
 14. ચીલી ફ્લેક્સ ૧ ચમચી
 15. ઓરેગાનો ૧ ચમચી
 16. મોઝરેલા ચીઝ ૨ કપ
 17. પ્રોસેસ ચીઝ ૧ કપ

સૂચનાઓ

 1. મેંદા માં મોણ અને મીઠું અને બેકિંગ પાવડર નાખી ગરમ પાણી થી લોટ બાંધી ને ૨૦ મિનિટ ભીના કપડાં થી ઢાંકી દેવો.
 2. બેસિલ નાં પાન ને ધોઈ ને નિતારી લેવા. મિક્સર માં બેસીલ પાન, અખરોટ, લસણ અને અડધો કપ ઓલિવ ઓઇલ અને મીઠુ નાખી પેસ્ટ બનાવી લેવી.
 3. એક પેન માં પનીર, ડુંગળી, કેપ્સીકમ સહેજ તેલ મૂકી ને શેકી લેવા. તેમાં મીઠું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી ને રાખવુ.
 4. મેંદા ના લોટ ના ભાખરી થી સહેજ પાતળા રોટલા બનાવી ચપ્પા થી વચ્ચે કાપા પાડી તવા પર શેકવું. થોડું ઓલિવ ઓઇલ મૂકી ધીમા તાપે ક્રિસ્પી થવા દેવું. ત્યારબાદ તેના પર બેસિલ પેસ્ટ લગાવી દેવી. પછી પનીર, ડુંગળી, કેપ્સીકમ મૂકવા. ઓલિવ મૂકવા. અને બંને ચીઝ ઉપર નાખી ગારલિક પાવડર, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી પાન માં ધીમા તાપે કુક કરવું. આ વખતે પેન ને ઢાંકણ થી ઢાંકી દેવું. ચીઝ મેલ્ટ થાય એટલે પીઝા કટર થી કટ કરી અને સર્વ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર