હોમ પેજ / રેસિપી / મેક્સીકન ફહિતા

Photo of Mexican fajitas with  veggie and tofu by Bhavisha Talati at BetterButter
720
5
0.0(0)
0

મેક્સીકન ફહિતા

Jan-30-2019
Bhavisha Talati
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેક્સીકન ફહિતા રેસીપી વિશે

આ એક મેક્સિક્સન ડીસ છે. જેમાં રંગબેરંગી શાલભાજી અને ટોફુ (સોયાબીન કર્ડ) ને ગરમ તાપ પર સેખવામાં આવે છે. પ્રોટીન થી ભરપૂર આ ડીશ તીખી અને ચટપટી ઠંડી માં ગરમ ગરમ મકાઈ ની રોટલી સાથે પીરસવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • મેક્સિકન
  • સ્ટર ફ્રાય
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કાંદો ઉભો સમારેલો
  2. 1 કપ ઉભા સમારેલા વિવિદ્ય રંગના સિમલા મરચાં
  3. 1/2 કપ સમારેલા મશરૂમ
  4. 1 કપ ટોફુ
  5. 1 નાની ચમચી લસણ નો પાવડર
  6. 1 નાની ચમચી કાંદા નો પાવડર
  7. 1 ચમચી વાટેલું જીરૂ
  8. 1 ચમચી લાલ મરચાં નો પાવડર
  9. 1 ચમચી ઓરેગાનો
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1 ચમચી એવોકાડો ઓઇલ અથવા ઓલિવ ઓઇલ
  12. 6-8 મકાઈ ની રોટલી (કોર્ન ટોર્તિલા)
  13. 2 ચમકી સોંર ક્રીમ
  14. 1/2 કપ સાલસા
  15. 1 ચમકી લીંબુ નો રસ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બધા શાકભાજી ને સમારી લો.
  2. હવે એક તવા ને ગરમ કરો અને તેમાં 1 ચમચી તેલ નાખો.
  3. બધા શાક ઉમેરી ઊંચા તાપ પર 2-3 મિનિટ શેકવા.
  4. બધો મસાલો મિક્ષ કરી તેમાં ભભરાવી દેવો.
  5. 1 ચમચી લીંબુનો રસ નાખી મિક્ષ કરી લેવું.
  6. ગેસ બંધ કરી શાકભાજી ને બાજુમાં મૂકી દેવા.
  7. હવે સિઝલર પ્લેટ ને ગેસ ઉપર બરાબર ગરમ કરવી.
  8. મકાઈ ની રોટલી ને શેકી દેવી.
  9. પછી સિઝલર પ્લેટ માં બધા શાકભાજી ને મૂકી દેવા.
  10. ગરમાં ગરમ શાકભાજી ને મકાઈ ની રોટલી પર મૂકી , તેના ઉપર સોંર ક્રીમ અને સાલસા લગાવી પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર