હોમ પેજ / રેસિપી / ઓરેન્જ ફ્લાન

Photo of Orange Flan by Bhavisha Talati at BetterButter
496
6
0.0(0)
0

ઓરેન્જ ફ્લાન

Jan-30-2019
Bhavisha Talati
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓરેન્જ ફ્લાન રેસીપી વિશે

ફ્લાન સ્પેનમાં અને લેટિન અમેરિકામાં એક લોકપ્રિય ક્રીમી કસ્ટર્ડ ડેઝર્ટ છે, અને તેમાં ઘણી આવૃત્તિઓ છે. આ ખાસ કારામેલ ફ્લૅન રેસીપી તેની સાદગી માટે મૂલ્યવાન છે, તેથી જો તમે પહેલા ક્યારેય ફ્લૅન બનાવ્યું નથી, તો હવે જરૂરથી બનાવજો!

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • મેક્સિકન
  • પ્રેશર કુક
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 કપ દહીં
  2. 1 કપ કન્ડેન્સડ મિલ્ક
  3. 1 કપ ક્રીમ
  4. 1 મોટી ચમચી અગર અગર પાવડર
  5. 1 કપ ખાંડ
  6. 2 ચમચી પાણી
  7. 1 ચમચી સંતરાની છાલ નો ભૂકો
  8. 1 નાની ચમચી વનીલા એસેન્સ
  9. ચપટી મીઠું

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક નોનસ્ટિક પૅન માં ખાંડ અને પાણી લઇ ગરમ કરો.
  2. તેને મીડીયમ તાપ પર લગભગ 15 મિનીટ ગરમ કરો.
  3. ધીમે ધીમે ખાંડ પીગળવા લાગશે.
  4. બધી ખાંડ પીગળી જાય અને ગોલ્ડન રંગ આવી જાય એટલે તેને ગેસ ઉપર થી ઉતારી એક ડબ્બા માં કાઢી લો.
  5. થોડીક ખાંડ ની ચાસણી ને એક એલ્યુમિનિયમ ફોઈલ ઉપર પાથરી દો. તેને અલગ અલગ આકાર માં કાપી લો. જે સજાવટ ના કામમાં આવશે.
  6. હવે એક મિક્સર માં કન્ડેન્સડ મિલ્ક, દહીં, ક્રીમ, વનીલા એસેન્સ અને મીઠું ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
  7. પછી તેમાં એક ચમચી નારંગીની છાલ નો ભૂકો ઉમેરી મિક્સ કરો.
  8. એક ચમચી અગર અગર પાવડર ને 1 ચમચી હુંફાળા પાણીમાં બરાબર પીગળી જાય ત્યાં સુધી મિક્સ કરો.
  9. હવે તેને બીજા લિક્વિડ માં ઉમેરી બરાબર મિક્ષ કરો.
  10. આ મિશ્રણ ને ખાંડ ની ચાસણીવાળા ડબ્બા માં લાગવી દો.
  11. ડબ્બા ને ઢાંકી ને પ્રેશર કૂકર માં 3 સિટી વગડો.
  12. કૂકર ઠંડું પડે એટલે તેને ફ્રિજ માં 4-5 કલાક રહેવા દેવું.
  13. પછી ધીમે રહીને ચપ્પુ ની મદદથી ડબ્બા ની કોર્નર માં ફેરવી દેવું.
  14. એક સર્વિગ પ્લેટ ને ડબ્બા ની ઉપર મૂકી ધીમે રહીને તેને ઉલટું કરવું.
  15. તેમ કરવાથી આખું ફ્લાન પ્લેટ માં ટ્રાન્સફર થઈ જશે.
  16. તેને નારંગીની સ્લાઇસ અને ખાંડની ચાસણી થી બનાવેલા શેપ થી સજાવી ને પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર