હોમ પેજ / રેસિપી / મેયોનીઝ પાસ્તા

Photo of Mayonise pasta by prajapati priyanka at BetterButter
765
4
0.0(0)
0

મેયોનીઝ પાસ્તા

Feb-01-2019
prajapati priyanka
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેયોનીઝ પાસ્તા રેસીપી વિશે

સામાન્ય રીતે પાસ્તા મૈંદા માં થી બને છે. પણ આ પાસ્તા સોજી માં થી બનાવ્યા છે તો હેલ્થી છે અને બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • સલાડ

સામગ્રી સર્વિંગ: 1

  1. પાસ્તા બનાવવા માટે :
  2. સોજી 1 કપ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. તેલ 1 ટે. સ્પૂન
  5. પાણી લોટ બાંધવા
  6. ગ્રેવી માટે
  7. ડુંગળી 1 નંગ
  8. ગાજર અડધું
  9. લસણ આદુ ની પેસ્ટ 1 સ્પૂન
  10. ટોમેટો પ્યુરી 2 ટે. સ્પૂન
  11. કાળા મરી પાવડર 2 ટી. સ્પૂન
  12. ચીલી ફ્લેક્સ
  13. માયોનિસ 2 te. સ્પૂન
  14. મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પાસ્તા નો લોટ બાંધવા માટે સોજી લઇ એમાં મીઠું અને તેલ નું મોંયણ નાખી મસળવું. પછી થોડુ થોડું પાણી નાખી લોટ બાંધવો.
  2. સોજી સરખી ફૂલી જાય એટલા માટે 10મિનિટ રેસ્ટ આપવો.
  3. 10મિનિટ પછી લોટ ના લુઆ કરી રોટલી જેવું વણી લો. પછી નાની સાઈઝ ના ટુકડા કરી bow, જેવો સેપ આપવો.
  4. પાણી ગરમ કરવા મૂકવું તે ગરમ થઇ જાય પછી તેમાં પાસ્તા નાખવા. ચડવા દેવા.પાસ્તા ઉપર આઈ જાય તો સમજવુ તે કૂક થઇ ગયા છે.
  5. ચારણી માં કાઢી લેવા પાસ્તા ઉપર થી ઠંડુ પાણી રેડવું.
  6. એક કડાઈ માં તેલ લેવું વઘાર માટે તેમાં લસણ આદુ ની પેસ્ટ નાખવી ને સાંતળવું પછી ડુંગળી ગાજર ટોમેટો પ્યુરી નાખવા ને સાંતળવું.
  7. કાળા મરી પાવડર અને ચીલી ફ્લેક્સ મીઠું નાખવું જરૂર લાગે તો લાલ મરચું પાવડર નાખવું.
  8. મેયોનીઝ નાખી પાસ્તા ઉમેરવા ને બધું મિક્સ થાય ત્યાં સુધી ગેસ પર રાખવું
  9. ગરમા ગરમ સર્વ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર