હોમ પેજ / રેસિપી / ફયુઝન બેસન ચિલા ફ્રેન્કી

Photo of Fusion Besan chilla Frankie by Rani Soni at BetterButter
696
10
0.0(0)
0

ફયુઝન બેસન ચિલા ફ્રેન્કી

Feb-01-2019
Rani Soni
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફયુઝન બેસન ચિલા ફ્રેન્કી રેસીપી વિશે

ફ્રેન્કી વાનગીઓની ઘણી વિવિધતાઓ વિકસાવવામાં આવી છે.ખાસ કરીને સ્ટીટફુડ તરીકે રજૂ કર્યા પછી.આ રેસીપી માં બેસન ચિલા ફ્રેન્કી બનાઈ ફયુઝન રેસીપી તૈયાર કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ ચણાનો લોટ
  2. 2 ચમચી દહીં
  3. 2 સમારેલા લીલા મરચાં
  4. 1 નાની ચમચી હળદર
  5. 1 નાની ચમચી લાલ મરચું પાવડર
  6. 1-2 ચમચી બટર શેકવા
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1 ચમચી કોથમીર
  9. પાણી જરૂર મુજબ
  10. રોલ્સ માટે :
  11. 4 બટાકા બાફેલ
  12. 6 ચમચી બાફેલ વટાણા
  13. 2 ચમચી પનીર
  14. સ્વાદ મુજબ મીઠું
  15. 1/2 ચમચી મરચું પાવડર
  16. 1/2 ચમચી અામચૂર પાવડર
  17. 1/2 ચમચી ગરમ મસાલો
  18. 2 ચમચી કોનફલોર
  19. તેલ તળવા માટે જરૂરમુજબ
  20. અન્ય સામગી્ :
  21. 1 ચમચી ચાટ મસાલા
  22. 2 ચમચી છીણેલ ચીઝ
  23. 4 ચમચી ટોમેટો કેચઅપ
  24. 6 ચમચી કોબીચ,ડુંગળી,ગાજર લાંબા સમારેલ

સૂચનાઓ

  1. બેસન ચિલ્લા ફ્રેન્કિ માટે:
  2. બધી સામગ્રી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી ખીરૂં બનાવો
  3. 20 મિનિટ માટે મુકી રાખો
  4. નોનસ્ટીક પેન પર ચમચા વડે ખીરૂ પાથરો
  5. બટર લગાડી બંને બાજુ શેકો
  6. ચિલ્લા તૈયાર છે
  7. રોલ્સ માટે :
  8. અેક બાઉલમાં બધું ભેગું કરો અને સારી રીતે મિકસ કરી દો
  9. મિશ્રણને સમાન ભાગોમાં વિભાજીત કરો અને દરેક ભાગને એક લંબકાર રોલમાં વિભાજિત કરો
  10. એક નોન-સ્ટીક કઢાઈ માં તેલ ગરમ કરો
  11. તેમાં રોલ્સ નાંખો જ્યાં સુધી તેઓ દરેક બાજુથી સોનેરી બ્રાઉન રંગ થાય
  12. હવે તેલ માંથી કાઢી લો અને એક બાજુ રાખો
  13. હવે અેક બેસન ચિલ્લા ને ડીશ માં પાથરી ને મૂકો
  14. તેમાં 2 ચમચી ટોમેટો કેચઅપ લગાવો
  15. તેમાં 2 ચમચી મિકસ કોબીચ,ડુંગળી,ગાજર મૂકો
  16. ચાટ મસાલા ભભરાવો
  17. હવે બનાવેલ રોલ મૂકો
  18. છીણેલ ચીઝ મૂકો
  19. હવે રોલ ને વાળી લો
  20. અેલ્યુમિનીયમ ફોઈલ માં મૂકો અને સલાડ જોડે ગરમ પિરસો
  21. ફ્રેન્કિ તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર