હોમ પેજ / રેસિપી / મંચુરીયન ચાટ

Photo of Manchurian chaat by safiya abdurrahman khan at BetterButter
808
5
0.0(0)
0

મંચુરીયન ચાટ

Feb-02-2019
safiya abdurrahman khan
40 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મંચુરીયન ચાટ રેસીપી વિશે

ચાઈનીઝ અને ભારતીય નું મિશ્રણ!

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. ખમણેલુ કોબી ૨ કપ
  2. ખમણેલુ ગાજર ૧
  3. ખમણેલુ કેપ્સીકમ ૧
  4. કાળી મરીનો ભૂકો ૧ નાની ચમચી
  5. લીલા મરચા ની પેસ્ટ ૧ નાની ચમચી
  6. શેકેલૂ જીરુ પાવડર ૧ નાની ચમચી
  7. આદું લસણ ની પેસ્ટ ૧/૨ નાની ચમચી
  8. મીઠુ જરૂર મુજબ
  9. તેલ તળવા
  10. વાઇટ સોસ માટે
  11. મેંદો ૨ મોટી ચમચી
  12. ઠંડું દૂધ ૧ કપ
  13. ખમણેલુ ચીઝ ૧ મોટી ચમચી
  14. મરીનો ભૂકો ૧ નાની ચમચી
  15. મીઠુ જરૂર મુજબ
  16. જીરા પુરી માટે
  17. મેંદો ૧/૨ કપ
  18. ઘઉં નો લોટ ૧/૪ કપ
  19. ઘી ૧ મોટી ચમચી
  20. મીઠુ જરૂર મુજબ
  21. અધ કચરૂ વાટેલુ જીરુ ૧ નાની ચમચી
  22. તેલ તળવા
  23. અન્ય સામગ્રી
  24. ફ્રેન્ચ ફ્રાઇસ
  25. સેવ
  26. ચીઝ

સૂચનાઓ

  1. એક વાસણમાં તેલ સિવાય મનચુંરિયન ની બધી સામગ્રી એકઠી કરો.
  2. બરાબર મિશ્ર કરી નાના નાના બોલ્સ બનાવી લો.
  3. કડાઈમાં તેલ ગરમ કરો અને બોલ્સ ને ગોલ્ડન તળી લો.
  4. શેલો ફ્રાય પણ કરી શકો.
  5. જીરા પુરી માટે ની તમામ સામગ્રી ભેગી કરો. ઘી ઉમેરી બરાબર મસળો.
  6. થોડો પાણી નાખી સ્હેજ સખત લોટ બાંધો. ૨૦ મિનીટ ઢાંકી રાખી નાનો લૂઓ લઇ નાની પુરી વણો.
  7. પાંચ પુરી વણી ને દરેક પર મેંદો છાંટી તેલ ચોપડો. અને પાંચેય પુરીને એકની ઉપર એક એમ ગોઠવો.
  8. પાંચ પુરી ની પડ બનાવી મોટી રોટલી વણો. તેને ગોળ વાળી રોલ કરી ૧/૨ ઇંચ નાં અંતરે કાપી લો.
  9. કાપેલા ભાગને ફરી દબાવી નાની પુરી વણો.
  10. કાંટા ની મદદ થી વચ્ચે કાણા કરો જેથી પુરી ફૂલે નહીં.
  11. બધી પુરી આ રીતે બનાવી લો, ટે દરમ્યાન કડાઈ મા તેલ ગરમ કરી લો. પછી ગરમ તેલમા તળી લો.
  12. વાઈટ સોસ માટે પેનમાં માખણ ગરમ કરો.
  13. માખણ ઉકળે એટ્લે મેંદો ઉમેરી સતત ચલાવતા રહો.
  14. ઠનડ઼ુ દૂધ ઉમેરી ફરી પક્વૉ. ખમણેલુ ચીઝ,મીઠુ,મરી નાખી બરાબર મેળવી ગેસ બંદ કરો. વાઈટ સોસ તૈયાર છે.
  15. સર્વ કરવા એક પુરી લો,તેનાં પર મંચુરીયન બોલ્સ મૂકો, તેનાં પર વાઈટ સોસ રેડો, ખમણેલુ ચીઝ છાંટો.
  16. સેવ અને ફ્રેન્ચ ફ્રાઇસ થી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર