Photo of Basbousa by Kamal Thakkar at BetterButter
488
8
0.0(0)
0

બસબુસા

Feb-02-2019
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બસબુસા રેસીપી વિશે

આ એક મિડલ ઈસ્ટર્ન મિષ્ઠાન છે જે રવા થઈ બને છે અને ઉપર થી ગુલાબ ફ્લેવર્ડ છાશની નખાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • મિડલ ઈસ્ટર્ન
  • બેકિંગ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 10

  1. રવો ૧.૫ કપ
  2. ખાંડ ૧/૨ કપ
  3. કોપરા નું બૂરું ૩/૪ કપ
  4. બેકિંગ પાવડર ૧.૫ નાની ચમચી
  5. ઘાટું મોળું દહીં ૩/૪ કપ
  6. માખણ ૧/૩ કપ
  7. ચાશની માટે:
  8. ખાંડ ૩/૪ કપ
  9. પાણી ૧/૩ કપ
  10. લીંબુ નો રસ ૧/૨ નાની ચમચી
  11. ગુલાબ જળ ૧ નાની ચમચી
  12. બદામ ૧૦

સૂચનાઓ

  1. પેલા બદામ ને ગરમ પાણી માં દસ મિનિટ પલાળી ને એને છોલી લો.એક બદામ ના બે લાંબા ભાગ કરો.
  2. ઓવેન ને ૧૦ મિનિટ માટે ૧૮૦℃ પર પ્રિ હીટ કરો.
  3. એક મોટા બોલ માં રાવો,કોપરા નું બૂરું,ખાંડ ને બેકિંગ પાવડર લઇ લો.
  4. બીજા વાસણ માં દહીં,ઓગળેલું માખણ અને એક ચપટી બેકિંગ પાવડર લાઇ લો.
  5. આ મિશ્રણ ને ફેંટી લો.
  6. હવે આ મિશ્રણ રવા વાળા મિશ્રણ માં ઉમેરો.ચમચા થી બધું ભેગું કરો.
  7. એક ૬ ઇંચ કેક ટીન અથવા કાંચ નું મોલ્ડ લો ,એને ચીકણું કરો અને આ ખીરું એમાં નાખો.આ ખીરું ઘટ્ટ હોય છે.
  8. હવે ચાકુ થી ચોરસ અથવા ડાયમંડ આકાર ના કાપા પાડો.
  9. પલાળેલા બદામ થી સજાવો.
  10. હવે ઓવેન માં ૩૦ મિનિટ માટે ૧૮૦℃ પર બેક કરો.ઉપર થી ગુલાબી રંગ આવે તે માટે છેલ્લે ૨ મિનિટ ગ્રીલ કરી શકો છો.
  11. કેક તૈયાર થાય ત્યાં સુધી ચાશની માટે ખાંડ ને પાણી ઉકળવા મુકો.
  12. ખાંડ ઓગળી જાય અને ચાશની બની જાય એટલે ગેસ બંદ કરો.લીંબુ નો રસ ને ગુલાબ જળ ઉમેરો.
  13. કેક તૈયાર થઈ જાય એટલે પાછું જે કાપા પાળેલા એની ઉપર કાપા પાડો.
  14. ચાશની ઉપર થી રેળી દો એટલે નીચે સુધી પહોંચી જાય.થોડી વાર રેવા દો.
  15. ઠંડી થાય એટલે આ સ્વાદિષ્ટ બસબુસા પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર