હોમ પેજ / રેસિપી / મેક્સિકન ટોસ્ટાડા

Photo of Mexican tostada by Disha Chavda at BetterButter
568
6
0.0(0)
0

મેક્સિકન ટોસ્ટાડા

Feb-02-2019
Disha Chavda
90 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેક્સિકન ટોસ્ટાડા રેસીપી વિશે

મેક્સિકન ટોસ્ટાડા એ મેક્સીકન સાઈડ ડિશ છે. ટોસ્ટાડા એ હોમ મેડ છે. સનેક્સ માં તેમજ કિટ્ટી પાર્ટીમાં ખૂબ ઇઝી રહે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • મેક્સિકન
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. ટોસટાડા માટે
  2. પીળી મકાઈ નો લોટ ૨ નાના કપ
  3. મેંદો ૧ નાનો કપ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ ચમચી તેલ
  6. તેલ તળવા માટે
  7. બીન્સ માટે
  8. બાફેલા રાજમાં ૨ કપ
  9. મોટી સાઇઝ નો ૧ કાંદો સમારેલો
  10. ૨ ટામેટાં ઝીણાં સમારેલા
  11. લસણ ની કળી ૬ થી ૭ ચોપ કરેલી
  12. ટાકો સિઝનીંગ ૨ ચમચી
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૨ ચમચી તેલ
  15. ચીઝ સોસ માટે
  16. ૧ કપ પ્રોસેસ ચીઝ
  17. ૧ કપ વેલવેટા ચીઝ
  18. ૧/૨ કપ દૂધ
  19. સલાડ માટે ૧ કપ સમારેલું લેટ્સ
  20. ગાર્નિશ માટે પ્રોસેસ ચીઝ
  21. હોટ રેડ ચીલી સોસ

સૂચનાઓ

  1. ટોસ્ટાડા બનાવવા એક બાઉલ માં મકાઈ નો લોટ અને મેંદો લઈ મીઠું અને તેલ નાખી સહેજ કઠણ લોટ બાંધવો. તેને થોડી વાર ભીના કપડા થી ઢાંકી રાખવો. ત્યારબાદ તેની મોટી સાઇઝ ની પૂરી વણી વચ્ચે કાપા પાડી તળી લેવું.
  2. રાજમા ૮ થી ૧૦ કલાક પલાળી રાખવા. ત્યાર બાદ તેને બાફી લેવા. એક પેન માં તેલ મૂકી તેમાં કાંદા નાખવા. સહેજ શેકાઈ જાય એટલે લસણ નાખવું. ત્યારબાદ ટામેટાં નાખી કુક કરવું. મીઠું અને ટાકો સિઝનીંગ નાખી મિક્સ કરી દેવું.
  3. ચીઝ સોસ માટે એક પેન માં બંને ચીઝ અને દૂધ નાખી ગરમ કરવું. ચીઝ ઓગળી જાય અને સહેજ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો.
  4. એક પ્લેટ માં ટોસ્ટાડા મૂકી તેના પર રાજમાં મૂકી ચીઝ સોસ નાખવો. ત્યારબાદ સમારેલું લેટ્સ નાખવું. ચીઝ ભભરાવી હોટ રેડ ચીલી સોસ નાખી સર્વ કરવું. લીલી ડુંગળી નાં પાન પણ નાખી શકાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર