હોમ પેજ / રેસિપી / Thai red curry with corn rice

Photo of Thai red curry with corn rice by Disha Chavda at BetterButter
18
6
0.0(1)
0

Thai red curry with corn rice

Feb-02-2019
Disha Chavda
60 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ડીનર પાર્ટી
 • થાઈ
 • બાફવું
 • મુખ્ય વાનગી
 • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 5

 1. કોર્ન રાઈસ માટે
 2. ૨ કપ ચોખા પલાળેલા
 3. મકાઈ ૧ કપ
 4. મીઠું સ્વાદ મુજબ
 5. તેલ ૧ ચમચી
 6. થાઈ રેડ પેસ્ટ માટે
 7. સૂકા લાલ મરચા ૧૦ થી ૧૨
 8. લસણ ૬ થી ૭ કળી
 9. આદુ ટુકડા ૨ ચમચી
 10. ડુંગળી ૧ નંગ
 11. આખા સૂકા ધાણા ૨ ચમચી
 12. જીરું ૧ ચમચી
 13. આખા કાળા મરી ૧ ચમચી
 14. લેમન ગ્રાસ ૧/૨ ચમચી
 15. ૧/૨ ચમચી લીંબુ ની છાલ ખમણેલું
 16. કોથમીર ની દાંડલી ૧૫ થી ૨૦
 17. મીઠું સ્વાદાનુસાર
 18. કરી માટે ની સામગ્રી
 19. કોકોનટ મિલ્ક ૨ ટેટ્રા પેક
 20. તોફુ ૧૦૦ ગ્રામ
 21. મશરૂમ ૫ થી ૬
 22. કેપ્સીકમ લીલા, લાલ અને પીળા ૧ નાનો કપ
 23. બેબી કોર્ન ૩ થી ૪
 24. ફણસી ૭ થી ૮
 25. બ્રોકોલી ૪ થી ૫ ટુકડા
 26. ગાજર ૧/૨
 27. અસ્પરાગાસ ૭ થી ૮
 28. તેલ ૩ થી ૪ ચમચી
 29. મીઠું સ્વાદાનુસાર
 30. બેસિલ પાંદડા અથવા herb

સૂચનાઓ

 1. સૌ પ્રથમ સૂકા લાલ મરચા ને ગરમ પાણી માં પલાળી દેવા. ચોખા ને પાણી મા પલાળી દેવા.
 2. મરચા પલળે એટલે મિક્સર માં નાખી તેમાં કરી માટે ની તેમાં સામગ્રી એટલે ડુંગળી, લસણ, આદુ, સૂકા મસાલા લીંબુ ની છાલ તમામ સામગ્રી અને મીઠું નાખી સ્મૂધ પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટ ડીપ ફ્રીજર માં સ્ટોર પણ કરી શકાય છે.
 3. રેડ પેસ્ટ તૈયાર.
 4. ભાત ને ઉકળતા પાણી માં ઓસાવિ લેવા. થોડાં કુક થાય એટલે તેમાં મીઠું અને મકાઈ નાં દાણા નાખી દેવા. ભાત એકદમ છુટ્ટો બનાવવો.
 5. ફણસી અને ગાજર ને વરાળે બાફી લેવા.
 6. વેજીઝ
 7. એક પેન મા તેલ મૂકી કાંદો નાખવો. ત્યાર બાદ તોફુ નાખવું. મશરૂમ, બેબી કોર્ન, બ્રોકોલી, ગાજર, ફણસી નાખવી. કેપ્સીકમ નાખવા. પછી ૪ થી ૫ ચમચી રેડ પેસ્ટ નાખી ને શેકવું. થોડી વાર બાદ તેમાં કોકોનટ મિલ્ક નાખીને ઉકાળવું. મીઠું, બેઝીલ અને અસ્પરાગાસ નાખી ગેસ બંધ કરી દેવો. સ્ટીમ કોર્ન રાઈસ સાથે સર્વ કરવું.
 8. રેડ કરી તૈયાર.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Purvi Modi
Feb-02-2019
Purvi Modi   Feb-02-2019

Very nice

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર