હોમ પેજ / રેસિપી / બ્રેડ તિરામીસુ

Photo of Instant Bread Tiramisu by Bhavisha Talati at BetterButter
384
5
0.0(0)
0

બ્રેડ તિરામીસુ

Feb-02-2019
Bhavisha Talati
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ તિરામીસુ રેસીપી વિશે

આ બહુ જ સરળ અને બાળકો ને બહુ ભાવે તેવી વાનગી છે. દામાન્ય રીતે તિરામીસુ ઈંડા થી બનાવમાં આવે છે. આ એક કોફી ફ્લેવર નું ઇટાલિયન ડેસર્ટ છે અને માસ્કેરપોન ચીઝ વાપરીને બનાવમાં આવે છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ઇટાલિયન
  • ફીણવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. 6 સ્લાઇસ બ્રેડ
  2. 18 oz. માસ્કેરપોન ચીઝ
  3. 1 કપ વહીપિંગ (whipping) ક્રીમ
  4. 2 મોટી ચમચી દળેલી ખાંડ
  5. 1 કપ એક્સપ્રેસ્સો કોફી
  6. 1 મોટી ચમચી કોકા પાવડર
  7. થોડાક ટીપાં વનીલા એસ્સેન્સ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બ્રેડ ને તમારા મનગમતા આકાર માં કાપી દેવા.
  2. વહીપિંગ ક્રીમ ને દળેલી ખાંડ નાખી ફેટી દેવું જેથી તે એકદમ હલકું થઈ જાય.
  3. ત્યારબાદ તેમાં થોડાક ટીપા વાનીલા એસ્સેન્સ અને માસ્કેરપોન ચીઝ નાખી હળવા હાથે મિક્સ કરી દેવું.
  4. હવે બ્રેડ ને એક્સપ્રેસ્સો કોફી માં ડૂબાવી તરતજ બહાર કાઢી લેવી.
  5. પછી તેના ઉપર ક્રીમ લાગવું
  6. ત્યારબાદ બીજી બ્રેડ ને પણ કોફી માં ડૂબાવી કાઢી લેવી અને ક્રીમ ની ઉપર મુકવી.
  7. તે પછી પાછું ક્રીમ નું લેયર કરવું.
  8. પછી તેના ઉપર પાછી બ્રેડ ની સ્લાઇસ કોફી માં ડૂબાવી મૂકી દેવી.
  9. પાછું ક્રીમ લગાવી તેને ફ્રિજ માં 3-4 કલાક સેટ કરવા મૂકી દેવું.
  10. ત્યારબાદ તેને ફ્રીજમાંથી બહાર કાઢી ઉપર કોકા પાવડર છાંટવું અને તમને ગમેં તેવી રીતે ડેકોરેશન કરી પીરસવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર