હોમ પેજ / રેસિપી / તંદુરી પનીર ટિક્કા રેપ

Photo of Tandoori Paneer tikka wrap by Disha Chavda at BetterButter
623
4
0.0(0)
0

તંદુરી પનીર ટિક્કા રેપ

Feb-02-2019
Disha Chavda
60 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તંદુરી પનીર ટિક્કા રેપ રેસીપી વિશે

ફ્યુઝન વાનગી, રેપ મુખ્યત્વે ઇન્ટરનેશનલ ડીશ છે. એમાં સ્ટફિંગ ઇન્ડિયન ટેસ્ટ નું કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • પેન ફ્રાય
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. મેંદો ૨ કપ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. તેલ ૧ ચમચી
  4. બેકિંગ પાવડર ૧ ચમચી
  5. સ્ટફિંગ માટે
  6. પનીર ૪૦૦ ગ્રામ
  7. દહીં ૧ વાટકી
  8. મીઠુ
  9. તંદુરી મસાલો
  10. લસણ પેસ્ટ ૨ ચમચી
  11. આદુ પેસ્ટ ૧ ચમચી
  12. ચણા નો લોટ ૨ ચમચી
  13. તેલ
  14. લાલ મરચું ૧ ચમચી
  15. સલાડ માટે
  16. કોબી ઝીણી સમારેલી
  17. ડુંગળી લાંબી સમારેલી
  18. કેપ્સીકમ લાંબા સમારેલા
  19. ચીઝ ખમણેલું ૧ કપ
  20. મેયોનીઝ ૧ કપ
  21. ચટણી માટે
  22. કોથમીર ૧ કપ
  23. ફુદીનો ૧/૨ કપ
  24. મીઠું સ્વાદાનુસાર
  25. દહીં ૧ વાટકી
  26. લીલા મરચાં ૪ થી ૫

સૂચનાઓ

  1. કોથમીર, ફુદીના અને મરચાં ને ધોઈ તેમાં દહીં અને મીઠું નાખી ચટણી બનાવી લેવી.
  2. પનીર નાં ચોરસ ટુકડા કરી તેમાં દહી, તેલ, આદુ લસણ ની પેસ્ટ, ચણા નો લોટ, તંદુરી મસાલો, લાલ મરચું નાખી હલાવી ને ૪ થી ૫ કલાક મૂકી રાખવુ. ત્યારબાદ પેન મા તેલ મૂકી પાણી બળી જાય ત્યાં સુધી શેકવું.
  3. મેંદા માં મીઠું, તેલ અને બેકિંગ પાવડર નાખી રોટલી જેવો લોટ બાંધી લેવો. ૧૫ થી ૨૦ મિનિટ ભીના કપડાં થી ઢાંકી દેવું. ત્યાર બાદ તેની રોટલી વણી તવી પર બેય બાજુ શેકી લેવી.
  4. મેંદા ની રોટલી પર ચટણી અને મેયોનીઝ લગાવી પનીર મૂકવું. ત્યાર બાદ કોબી, કેપ્સીકમ અને કાંદા મૂકી ચીઝ ભભરાવી રેપ બંધ કરી દેવું. તવી પર તેલ કે બટર મૂકી બેય બાજુ થી ક્રિસ્પી થાય તેમ ધીમા તાપ એ શેકી લેવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર