હોમ પેજ / રેસિપી / ચિઝી બ્રોકોલી એન્ડ સ્પિનેક સ્ટ્રોમ્બોલી

Photo of Cheesy broccoli and spinach stromboli by Kamal Thakkar at BetterButter
545
9
0.0(0)
0

ચિઝી બ્રોકોલી એન્ડ સ્પિનેક સ્ટ્રોમ્બોલી

Feb-02-2019
Kamal Thakkar
90 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચિઝી બ્રોકોલી એન્ડ સ્પિનેક સ્ટ્રોમ્બોલી રેસીપી વિશે

આ એક ઇટાલિયન વ્યંજન છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. મેંદો ૨ કપ
  2. ઘઉં નો લોટ ૧ કપ
  3. ખાંડ ૧ ચમચી
  4. યીસ્ટ ૧/૨ મોટી ચમચી
  5. મીઠું ૧ ચમચી
  6. ઓલિવ ઓઇલ ૨ મોટી ચમચી
  7. લસણ ૫ કળી
  8. બ્રોકોલી ૧ કપ
  9. પાલક ૨ કપ
  10. પનીર ૧૫૦ ગ્રામ
  11. મોઝરેલા ચીઝ ૧ કપ
  12. મીઠું ૧ ચમચી
  13. કાળા મરી ૧ નાની ચમચી
  14. ઓરેગેનો ૧ નાની ચમચી
  15. મિક્સ હર્બસ ૧ નાની ચમચી

સૂચનાઓ

  1. બંને લોટ એક મોટા બાઉલ માં લઇ લો.
  2. એક કપ સેજ ગરમ પાણી કરીને એમાં એક ચમચી ખાંડ અને યીસ્ટ ઉમેરો.ઢાંકીને ૧૦ મિનિટ રાખી દો.
  3. દસ મિનિટ પછી યીસ્ટ ફૂલી જશે.
  4. લોટ માં ઓલિવ ઓઇલ નાખો.
  5. યીસ્ટ નું મિશ્રણ ઉમેરો અને લોટ બાંધો.જરૂર પડે તો હજી થોડું ગરમ પાણી ઉમેરો.
  6. આને ૮-૧૦ મિનિટ મસળી લો એટલે સરસ મુલાયમ લોટ થઈ જશે.સેજ તેલ લગાવીને ઢાંકી દો.
  7. ૨ કલાક પછી લોટ ફૂલી જશે.
  8. સ્ટ્રોમ્બોલી માટે પુરણ બનાવિ લઈએ.પાલક અને બ્રોકોલી સમારીને તૈયાર કરો.
  9. એક પેન માં એક ચમચી ઓલિવ ઓઇલ લઈને એમાં ઝીણું સમારેલું લસણ ઉમેરો.
  10. પછી બલાંચ કરેલું બ્રોકોલી અને પાલક ઉમેરો.સેજ મીઠું નાખીને સાંતળો.
  11. બધું પાણી સુકાય જાય એટલે મરી ને હર્બસ નાખો.
  12. પનીર ખમણી લો.
  13. પાલક બ્રોકોલી ના મિશ્રણ માં ઉમેરો.ગેસ બંદ કરી દો.
  14. હવે લોટ નો એક મોટો લુઓ લઈને સેજ કોરો લોટ ભભરાવિને મુકો.
  15. હાથે થી આને ફેલાવી લો.
  16. આપણી બાજુ જે હિસ્સો છે એની ઉપર પેલા ખમણેલું ચીઝ મુકો.
  17. પછી બ્રોકોલી પાલક નું પૂરણ પાથરો.
  18. પાછું ચીઝ પાથરો.
  19. હવે રોલ કરી ને એક બાજુ થી પૂરણ ને ઢાંકો.
  20. ધીરે થી રોલ કરતા જવું .
  21. ઉપર ૩-૪ કાપા પાડવા એટલે હવા બાર નીકળી શકે.
  22. બેકિંગ ટ્રે પર મૂકીને ઓલિવ ઓઇલ બ્રશ કરો.
  23. પ્રી હિટેડ ઓવેન માં ૧૮૦℃ પર ૨૨-૨૫ મિનિટ બેક કરો.ઉપર થી સોનેરી થઈ જાય એટલે ઓવેન બંદ કરી દો.
  24. આપણી સ્ટ્રોમ્બોલી તૈયાર છે.
  25. થોડું ઠંડુ થાય એટલે કાપા પાડીને સૂપ જોડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર