હોમ પેજ / રેસિપી / ઈરાની ડેટ્સ પીનટ સેન્ડવીચ

Photo of Irani dates peanut sendwich by Varsha Joshi at BetterButter
545
8
0.0(0)
0

ઈરાની ડેટ્સ પીનટ સેન્ડવીચ

Feb-03-2019
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈરાની ડેટ્સ પીનટ સેન્ડવીચ રેસીપી વિશે

આ રેસિપી મેં ગુગલ માં અરાઉન્ડ ધ વલ્ર્ડૅ રેસિપી પેજ પરથી જોઈને શીખી અને બનાવી છે.આમ સામાન્ય રીતે આપણે ખજૂર નો ઉપયોગ માત્ર એમજ ઘી સાથે અથવા તો સિંગખજૂરના લાડુ બનાવી ને કરીએ છીએ. પણ મે આજે આ હેલ્ધી અને સ્વાદિષ્ટ ખજૂર સિંગ બાળકો પણ ખાય એટલે સેન્ડવીચ બનાવી.

રેસીપી ટૈગ

  • ઈરાનિયન
  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • શેકેલું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૮ થી ૧૦ નંગ ઈરાની ખજૂર
  2. ૫૦ ગ્રામ સિંગદાણા
  3. ૧ ચમચી ચોખ્ખું ઘી
  4. ૪ સેન્ડવીચ બ્રેડ
  5. સેકવા માટે ઘી અથવા બટર

સૂચનાઓ

  1. સૌપ્રથમ ખજૂર ના ઠળિયા કાઢીને નાના ટૂકડા કરી નાખો
  2. ત્યારબાદ સિંગદાણા શેકી ને મિકસરમા ભૂકો કરી લો
  3. હવે એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરી તેમાં પહેલા ખજૂર ના ટૂકડા સાતળી લો
  4. મિશ્રણ થોડું નરમ થાય એટલે તેમાં સિંગદાણાનો ભૂકો ઉમેરો અને ૨ મિનિટ હલાવી ઉતારી લો
  5. હવે ગેસ પર નોનસ્ટિક તવી પર સેન્ડવીચ બ્રેડ સેકી લો
  6. તેના પર ખજૂર સિંગનુ મિશ્રણ લગાવી લો
  7. ત્યારબાદ તેના પર બીજી બ્રેડ મૂકી દો અને બંને બાજુ બરાબર ઘી અથવા બટર લગાવી સેકો
  8. હવે સેન્ડવીચ ને ત્રિકોણ આકાર મા કાપી લો અને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર