હોમ પેજ / રેસિપી / વેજિટેબલ ફો વિથ રાઈસ નૂડલ્સ

Photo of Vegetable pho with rice noodles by Bhavisha Talati at BetterButter
756
4
0.0(0)
0

વેજિટેબલ ફો વિથ રાઈસ નૂડલ્સ

Feb-03-2019
Bhavisha Talati
45 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજિટેબલ ફો વિથ રાઈસ નૂડલ્સ રેસીપી વિશે

આ એક વિયેટનામીસ ડીશ છે. ફો માં બેઝિક સૂપ માં ટોફુ, શાકભાજી નાખી પીરસવામાં આવે છે. અને રાઇસ નૂડલ્સ ને લીલું લસણ નાંખી અલગ સ્વાદ આપ્યો છે. શાકભાજી થી ભરપૂર બહુ જ પૌષ્ટિક અને પ્રોટીન ની વધારે માત્રાવાળી એકદમ હેલ્થી ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • મિશ્રણ
  • ઉકાળવું
  • સાંતળવું
  • સૂપ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. વેજીટેબલ ફો માટે
  2. 2 કપ વેજીટેબલ સ્ટોક
  3. 1 ટુકડો તજ
  4. 2 તજપત્તા
  5. 2 બાદીયા ના ફૂલ
  6. લેમન ગ્રાસ ના ટુકડા 2 મોટી ચમચી
  7. 1 ટુકડો આદુ
  8. 3 કળી લસણ
  9. ટોફુ (મોટાં ટુકડા કરી તળી લેવું)
  10. ગાજર પાતળી કાપેલી
  11. મશરૂમ
  12. 1/2 કપ બાફેલી રાઈસ નૂડલ્સ
  13. બેઝિલ ના પાંદડા
  14. 1 ચમચી સોયા સોસ
  15. 1 ચમચી ચીલી સોસ
  16. મીઠું સ્વાદનુસાર
  17. ચપટી મરીનો ભૂકો
  18. રાઈસ નૂડલ્સ માટે
  19. 2 કપ બાફેલા રાઈસ નૂડલ્સ
  20. 1 કપ પાતળા સમારેલા ગાજર, લીલા શીમલામીર્ચ, કાંદા, ફણસી (તમારી મરજી પ્રમાણે કોઈ પણ શાકભજી લાઇ શકાય)
  21. 2 મોટા ચમચા બારીક સમારેલું લીલું લસણ
  22. 1 ચમચી બારીક સમારેલું આદુ
  23. 1 ચમચી લીલા મરચાં
  24. 1 ચમચી સોયા સોસ
  25. 1 ચમચી ચિલી સોસ
  26. મીઠું સ્વાદનુસાર
  27. મરીનો ભૂકો
  28. જીણી સમારેલી લિલી ડુંગળી
  29. 2 ચમચી જીણી સમારેલી કોથમીર
  30. 1/4 કપ બ્રોકોલી
  31. 1/4 કપ તળેલું ટોફુ

સૂચનાઓ

  1. વેજીટેબલ ફો બનાવવા માટે
  2. સૌપ્રથમ એક પેન માં વેજીટેબલ સ્ટોક લો.
  3. તેમાં તજ, તમાલપત્ર, બાદીયાના ફૂલ, લેમન ગ્રાસ, લસણ અને આદુ નાખી 3-4 મિનીટ ઉકાળો.
  4. પછી મીઠું, મરી, સોયા સોસ, ચીલી સોસ નાખી 2 મિનિટ ઉકાળવું
  5. એક બીજા પેન માં મશરૂમ, ગાજર અને બ્રોકોલી સાંતળી લેવા.
  6. સૂપ ને ગાળી લેવો.
  7. વડકા માં સૂપ ભારવો.
  8. ત્યારબાદ તેમાં રાઈસ નૂડલ્સ, ટોફુ, બધા શાકભાજી અને બેઝિલ ના પાંદડાં નાખી પીરસવું.
  9. રાઈસ નૂડલ્સ બનાવા માટે
  10. સૌપ્રથમ નૂડલ્સ ને બાફી ને બાજુ માં મૂકી દેવા.
  11. હવે એક પેન ને બરાબર ગરમ કરી એક ચમચી તેલ નાખવું.
  12. તેમાં લીલું લસણ અને આદુ નાખી 1 મિનિટ સાંતળવું.
  13. ત્યારબાદ બધા શાક અને મીઠું, મરી નાખી 2-3 મિનિટ સાંતળવું.
  14. સોયા સોસ અને ચીલી સોસ નાખી બરાબર હલાવી દેવું.
  15. ટોફુ અને નૂડલ્સ નાખી બરાબર મિક્ષ કરી 2 મિનિટ સાંતળવું.
  16. ઝીણા સમારેલા લીલા કાંદા અને કોથમીર નાખી પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર