હોમ પેજ / રેસિપી / રાવીઓલી

Photo of RAVIOLI by Deepa Rupani at BetterButter
399
7
0.0(0)
0

રાવીઓલી

Feb-04-2019
Deepa Rupani
35 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાવીઓલી રેસીપી વિશે

આપણે ભારતીય અને એમાં પણ ગુજરાતી નવું નવું ખાવાના શોખીન હોય છે. આંતરરાષ્ટ્રીય વ્યંજન ને પણ આપણે આપણા ભોજન માં આવરી લીધા છે. એમાં આપણા સ્વાદ પ્રમાણે ફેરફાર પણ કરીએ છીએ. આજે ઈટાલિયન ક્યુઇસીન ના મુખ્ય પાસ્તા માં રાવીઓલી બનાવી છે. રાવીઓલી બનાવા ની રીત થોડી લાંબી છે પણ સરસ થાય છે. રાવીઓલી ને જુદા જુદા stuffing તથા જુદી જુદી ગ્રેવી તથા સોસ સાથે સર્વ થાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ઇટાલિયન
  • બેકિંગ
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. રાવીઓલી માટે:
  2. 3/4 કપ મેંદો
  3. 2 ટી.સ્પૂન માખણ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 2 ટી.સ્પૂન તેલ
  6. વણવા માટે મેંદો
  7. Stuffing માટે:
  8. 1/2 કપ ખમણેલું ચીઝ
  9. 1/2 કપ blanch કરી ને સુધારેલી પાલક
  10. 1/2 ટી.સ્પૂન તેલ
  11. 1 ટે. સ્પૂન ઝીણું સુધારેલું લસણ
  12. 1 ટે. સ્પૂન ઝીણા સુધારેલા લીલા મરચાં
  13. 1/4 કપ ઝીણી સુધારેલી ડુંગળી
  14. મીઠું સ્વાદાનુસાર
  15. પિંક ગ્રેવી માટે:
  16. 1 ટે. સ્પૂન ઓલિવ ઓઇલ
  17. 1 ટે. સ્પૂન ઝીણું સુધારેલું લસણ
  18. 1/૨ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  19. 1-1/2 કપ ટામેટા પ્યૂરી
  20. 1 ટી.સ્પૂન ખાંડ
  21. 2 ટે. સ્પૂન ટોમેટો કેચપ
  22. 2 ટે. સ્પૂન ચીલી ફ્લેક્સ
  23. 3/4 કપ white સોસ
  24. અન્ય સામગ્રી:
  25. 1/2 કપ ખમણેલું ચીઝ
  26. 1/2 ટે. સ્પૂન ચીલી ફ્લેક્સ

સૂચનાઓ

  1. Stuffing બનાવા માટે: નોન સ્ટીક પાન માં તેલ ગરમ મૂકી લસણ-લીલા મરચાં સાંતળો
  2. ત્યાર બાદ ડુંગળી નાખી થોડું સાંતળો.
  3. પછી પાલક અને મીઠું નાખી થોડી સેકન્ડ સાંતળો.
  4. હવે આંચ બંધ કરી ચીઝ નાખો, મિક્સ કરી અને સાઈડ પર રાખો.
  5. રાવીઓલી બનાવા માટે: મેંદા માં મીઠું અને માખણ નાખી ને ઠંડા પાણી થી નરમ કણક તૈયાર કરો.
  6. કણક ના 24 કે 22 ભાગ કરો અને મિશ્રણ ના 12 કે 11 ભાગ કરો.
  7. કણક માંથી નાની પુરી વણો. એક પુરી પર એક ભાગ નું મિશ્રણ મૂકી સરખું ફેલાવી દો.
  8. હવે ઉપર બીજી પુરી મૂકી, હલકા હાથ થી દબાવી, ફોર્ક ની મદદ થી ફરતે દબાવી દો જેથી ખુલી ના જાય.
  9. હવે એક પહોળા વાસણ માં પાણી, મીઠું અને તેલ નાખી ઉકળવા મુકો. ઊકળે એટલે એમા 3 રાવીઓલી નાખી મધ્યમ તાપ પર 3-5 મિનિટ માટે ચડવા દો.
  10. આવી રીતે બાકી ની રાવીઓલી ને કુક કરી લો અને પાણી માંથી નિતારી ને બાજુ માં રાખો.
  11. પિંક ગ્રેવી માટે: એક નોન સ્ટીક પાન માં તેલ ગરમ મૂકી, ડુંગળી, લસણ નાખી, ગુલાબી થાય ત્યાં સુધી મધ્યમ તાપે કુક કરવું.
  12. ત્યારબાદ ટોમેટો પ્યૂરી, મીઠું નાખી થોડી મિનિટો કુક થવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  13. પછી, ટોમેટો કેચપ, ખાંડ, ચીલી ફ્લેક્સ નાખી થોડી વધુ વાર કુક થવા દો. હલાવતા રેહવું.
  14. હવે white સોસ નાખી, મિક્સ કરી તાપ બંધ કરો. આપણી પિંક ગ્રેવી તૈયાર છે. બાજુ પર રાખો.
  15. બેકિંગ માટે:
  16. એક બેકિંગ ટ્રે માં સૌ પ્રથમ પિંક ગ્રેવી ને ફેલાવો. અને એની ઉપર રાવીઓલી ને ગોઠવો.
  17. ત્યાર પછી ફરી ગ્રેવી ને પાથરો. સૌથી ઉપર ખમણેલા ચીઝ પાથરો અને ઉપર ચીલી ફ્લેક્સ ભભરાવો.
  18. હવે પહેલે થી ગરમ કરેલા oven માં 200℃ પર 15 મિનિટ માટે બેક કરો.
  19. ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર