BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ફ્રુટી સ્પ્રિંગ રોલ સન્ડે

Photo of Fruity spring roll sundae by Bhavisha Talati at BetterButter
0
6
0(0)
0

ફ્રુટી સ્પ્રિંગ રોલ સન્ડે

Feb-05-2019
Bhavisha Talati
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રુટી સ્પ્રિંગ રોલ સન્ડે રેસીપી વિશે

આ એક ફ્યુઝન રેસિપિ છે. તેમાં ચાઈનીઝ સ્પ્રિંગ રોલ ને ફ્રુટથી બનાવમાં આવ્યા છે અને તેના ઉપર વનીલા આઇસક્રીમ, ફ્રુટ અને સિરુપ નાખી પીરસવામાં આવે છે. બહુ જ ટેસ્ટી અને બાળકોની તો એકદમ પ્રિય વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ચાઇનીઝ
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ સમારેલા ફ્રુટ (સ્ટ્રોબેરી, કિવિ અને બનાના)
  2. 4-5 સ્પ્રિંગ રોલ રેપર
  3. તળવા માટે તેલ
  4. 1 ચમચી મધ
  5. 4 સ્કુપ્ વનીલા આઇસ્ક્રીમ
  6. 2 ચમચી સ્ટ્રોબેરી સિરુપ
  7. 1 ચમચી દળેલી ખાંડ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બધા ફળો ને સમારી તેમાં મધ મિક્સ કરી બાજુમાં રહેવાદો.
  2. હવે એક સ્પ્રિંગ રોલ રેપર લઇ તેમાં વચ્ચે ફ્રુટ મુકો.
  3. હવે તેને બરાબર ફોલ્ડ કરી રોલ બનાવી દો.
  4. આવી રીતે બધા રોલ તૈયાર કરી દો.
  5. ત્યારબાદ તેમને ગરમ તેલ માં તળીલો.
  6. તળેલા સ્પ્રિંગ રોલ ને પેપર ટુવાલ માં કાઢી લઈ તેના ઉપર દળેલી ખાંડ ભભરાવી
  7. હવે ગરમા ગરમ સ્પ્રિંગ રોલ ઉપર વનીલા આઈસ્ક્રીમ મૂકી તેના ઉપર સમારેલા ફ્રુટ લગાવી સ્ટ્રોબેરી સિરપ લગાવવું અને પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર