હોમ પેજ / રેસિપી / બ્રાઉની કેક

Photo of Browni cake by Jyoti Adwani at BetterButter
691
8
0.0(0)
0

બ્રાઉની કેક

Feb-05-2019
Jyoti Adwani
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રાઉની કેક રેસીપી વિશે

બ્રાઉની કેક એક અમેરિકન રેસિપી છે જે મેં બનાવી છે પણ આ કેક મેં કઢાઈ માં બનાવેલ છે જે એકદમ પરફેક્ટ અને સ્વાદિષ્ટ બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો ના જન્મદિવસ માટે
  • અમેરિકન
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧/૨ કપ દહીં
  2. ૧/૨ કપ તેલ (કોઈ પણ)
  3. ૧ કપ મેંદો
  4. ૧ ટેબલ સ્પૂન બેકિંગ પાવડર
  5. ૧/૨ કપ કોકો પાવડર
  6. ૨/૩ કપ દળેલી ખાંડ
  7. ૧/૨ ટેબલ સ્પૂન બેકિંગ સોડા
  8. ૧ ટેબલ સ્પૂન કોફી પાવડર
  9. ૧/૨ કપ દૂધ
  10. ૨ ટેબલ સ્પૂન સુગર સીરપ
  11. ૧/૨ કપ મલાઈ
  12. ૧ કપ ચોકલેટ
  13. ૧ ટેબલ સ્પૂન માખણ
  14. વેનીલા એસન્સ ૧ ટેબલ સ્પૂન
  15. ૧/૨ કપ છીણેલી ચોકલેટ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બાઉલ માં તેલ અને દહીં ને સારી રીતે ફેંટી લો.
  2. હવે મેંદો,દળેલી ખાંડ,કોફી પાવડર,બેકિંગ પાવડર,બેકિંગ સોડા,કોકો પાવડર બધાને ચાળી લો.
  3. હવે આ જે આપણે ચાળી લીધું છે તેને દહીં અને તેલ ના મિશ્રણ માં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેશું.
  4. હવે તેમાં દૂધ અને વેનીલા એસન્સ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
  5. જ્યાં સુધી આપણે આ બધી તૈયારી કરીએ ત્યાં સુધી એક કઢાઈ માં નીચે મીઠું મૂકી ને ૧૦ મિનિટ માટે તેજ તાપે ગરમ કરવા મુકો.
  6. હવે કેક જે ટીન માં બનવાનું હોય તેને ઘી થી ગ્રીસ કરી તેમાં કોકો પાવડર છાંટી લો.
  7. હવે તેમાં કેક નું મિશ્રણ નાખો અને ટેપ કરી લો.
  8. હવે તેને કઢાઈ માં મૂકી ઢાંકી લો.પહેલાં ૫ મિનિટ માટે ફાસ્ટ ગેસ પર અને પછી ૨૫ મિનિટ માટે ધીમા તાપે મૂકી દો.
  9. ૨૫ મિનિટ બાદ તેમાં સ્ટીક મૂકી ને જોઈ લો જો તે કોરી નીકળે તો આપણું કેક તૈયાર છે.
  10. હવે તેને અડધી કલાક માટે ઠંડુ કરીને પછી બહાર કાઢો મોલ્ડ માંથી.
  11. હવે દોરા ની મદદ થી વચ્ચે થઈ ૨ કાપા કરી લો.
  12. હવે બન્ને ભાગ ઉપર સુગર સિરપ લગાડી દો.
  13. હવે કઢાઈ માં મલાઈ ગરમ થવા મુકો.
  14. મલાઈ ગરમ થતા ક ગેસ બન્ધ કરી તેમાં ચોકલેટ અને માખણ ઉમેરીને મિક્સ કરી લો.
  15. હવે તેને ૧૦ મિનિટ ઠંડુ કરીને કેક ના એક ભાગ ઉપર લગાડી લો.
  16. તેના ઉપર બીજો ભાગ મુકો અને તેનાં ઉપર પણ તૈયાર કરેલું ચોકલેટ નું મિશ્રણ લગાડો.
  17. હવે તેના ઉપર ચોકલેટ નું છીણ ભભરાવો.
  18. ૧ કલાક માટે ફ્રીઝ માં મુકો.લો તૈયાર છે આપણું બ્રાઉની કેક .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર