હોમ પેજ / રેસિપી / મેક્સિકન બીન્સ એનચિલાડાઝ

Photo of Mexican beans enchiladas by Purvi modi at BetterButter
326
5
0.0(0)
0

મેક્સિકન બીન્સ એનચિલાડાઝ

Feb-05-2019
Purvi modi
20 મિનિટ
તૈયારી નો સમય
50 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેક્સિકન બીન્સ એનચિલાડાઝ રેસીપી વિશે

ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. જેમાં રાજમાને મકાઈની રોટલી માં સ્ટફ કરીને ચીઝ અને ટોમેટો ચીલી સોસ સાથે બેક કરવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • ડીનર પાર્ટી
  • મેક્સિકન
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. સ્ટફિંગ માટે:-
  2. રાજમા ૧/૨ કપ
  3. ઓલિવ ઓઈલ ૪-૫ ટી સ્પૂન
  4. સમારેલી ડુંગળી ૧
  5. વાટેલું લસણ ૧ ટેબલસ્પૂન
  6. સમારેલું કેપ્સીકમ ૧
  7. બાફેલા અમેરીકન મકાઈના દાણા ૧/૪ કપ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. લાલ મરચું પાઉડર ૧ ટેબલસ્પૂન
  10. ચીલી ફ્લેક્સ ૧ ટી સ્પૂન
  11. ઓરેગાનો ૧ ટી સ્પૂન
  12. ટોમેટો કેચઅપ ૪-૫ ટેબલસ્પૂન
  13. કાળા મરી પાવડર ૧ ટી સ્પૂન
  14. ટોમેટો ચીલી સોસ માટે:-
  15. ટામેટા ૫-૬
  16. લાલ કેપ્સીકમ ૧
  17. ઓલિવ ઓઈલ ૩-૪ ટી સ્પૂન
  18. મેંદો ૩-૪ ટી સ્પૂન
  19. વાટેલું લસણ ૧ ટેબલસ્પૂન
  20. સૂકા લાલ મરચા ૫-૬
  21. મીઠું સ્વાદ પ્રમાણે
  22. ખાંડ ૧ ટેબલસ્પૂન
  23. ચીલી ફ્લેક્સ ૧ ટી સ્પૂન
  24. ઓરેગાનો ૧ ટી સ્પૂન
  25. ટોરટિલા માટે:-
  26. પીળી મકાઈનો લોટ ૧/૨ કપ
  27. મેંદો ૧/૨ કપ
  28. મીઠું સ્વાદ પ્રમાણે
  29. તેલ ૩ ટી સ્પૂન
  30. અજમો ૧/૨ ટી સ્પૂન
  31. અન્ય સામગ્રી
  32. ચીઝ અથવા ચીઝ સ્લાઈસ જરૂર મુજબ

સૂચનાઓ

  1. રાજમા ને પાણી માં ૭-૮ કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ કૂકરમાં પાણી અને મીઠું સાથે બાફી લો. ત્યારબાદ તેમાંથી પાણી નિતારી લો.
  2. એક કઢાઈમાં ઓલિવ ઓઈલ ગરમ કરો. હવે તેમાં સમારેલી ડુંગળી અને વાટેલું લસણ સાંતળો. સંતળાઈ જાય એટલે કેપ્સિકમ ઉમેરી સાંતળો.
  3. હવે તેમાં બાફેલા રાજમા અને બાફેલા અમેરીકન મકાઈના દાણા ઉમેરો.
  4. શાકભાજી ના માપનું મીઠું ઉમેરો. લાલ મરચું પાઉડર, કાળા મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ટોમેટો કેચઅપ ઉમેરો.
  5. બરાબર મિક્સ કરી થોડું મેશ કરી લો
  6. છેલ્લે તેમાં સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરો. સ્ટફિંગ તૈયાર છે
  7. ટામેટાં ને ઉકળતા પાણીમાં ૪-૫ મિનિટ સુધી બ્લાનચ કરી લો. ત્યારબાદ તેની છાલ ઉતારી લો.
  8. લાલ કેપ્સીકમ ને સમારી સહેજ તેલમાં શેકી લો.
  9. ત્યારબાદ તેને બ્લાનચ કરેલા ટામેટા સાથે મિક્સરમાં પીસી પ્યુરી બનાવી લો.
  10. સૂકા લાલ મરચાં ને ગરમ પાણીમાં ૨૦-૨૫ મિનિટ સુધી પલાળી રાખો. ત્યારબાદ પાણી માં થી કાઢી લઈ મિક્સરમાં પીસી પેસ્ટ બનાવી લો.
  11. હવે એક કઢાઈમાં ઓલિવ ઓઈલ ગરમ કરો. તેમાં મેંદો ઉમેરી સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.
  12. હવે તેમાં લગભગ એક કપ જેટલું પાણી ધીમેધીમે ઉમેરીને હલાવતા રહો જેથી ગઠ્ઠા ન પડે.
  13. હવે તેમાં તૈયાર કરેલી ટામેટા અને કેપ્સિકમ ની પ્યુરી ઉમેરો. સૂકા લાલ મરચાં ની પેસ્ટ અને વાટેલું લસણ ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો. બરાબર મિક્સ કરી સોસ થોડો ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો.
  14. મકાઈના લોટમાં મેંદો ઉમેરી તેમાં મીઠું, અજમો અને તેલ મિક્સ કરી પાણીથી નરમ કણક બાંધો. ૧૫-૨૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.
  15. ત્યારબાદ તેમાં થી એકસરખા ગોળા વાળી અટામણ માં રગદોળી રોટલી વણી લો. બન્ને બાજુએ થી શેકી લો. ( ૬ રોટલી તૈયાર થશે). ટોરટિલા તૈયાર છે.
  16. હવે ઓવનને ૧૦ મિનિટ માટે પ્રીહીટ કરો.
  17. હવે એક બેકિંગ ડિશમાં થોડો સોસ પાથરો.
  18. ટોરટિલા ની વચ્ચે થોડું સ્ટફિંગ મૂકી ઉપર છીણેલી ચીઝ ભભરાવો.
  19. હવે તેનો રોલ વાળી દો. આ રીતે બધા રોલ તૈયાર કરો.
  20. તૈયાર કરેલા રોલ્સ ને બેંકીંગ ડીશ માં પાથરેલા સોસ ઉપર મૂકો.
  21. હવે ઉપર ફરી થી સોસ પાથરો.
  22. તેની ઉપર જરૂર પ્રમાણે ચીઝ સ્લાઈસ અથવા છીણેલું ચીઝ પાથરો.
  23. ઉપરથી મકાઈના દાણા, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. કેપ્સિકમ રીંગ થી સજાવી પ્રીહીટેડ ઓવનમા ૨૦૦° સે પર ૧૫-૨૦ મિનિટ સુધી બેક કરો.
  24. તૈયાર છે મેક્સિકન બિન એનચિલાડાઝ .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર