હોમ પેજ / રેસિપી / રેડ સોસ પાસ્તા

Photo of Red saus pasta by Bhumi G at BetterButter
458
5
0.0(0)
0

રેડ સોસ પાસ્તા

Feb-05-2019
Bhumi G
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેડ સોસ પાસ્તા રેસીપી વિશે

બાળકો ને ખુબજ ભાવે છે. ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો તુરંત બની જતી ડિશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ઇટાલિયન
  • ઉકાળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ૨ કપ બાફેલા પાસ્તા
  2. પાસ્તા સોસ બનાવવા માટે
  3. ૧ તમાલપત્ર
  4. ૨ ચમચી તેલ
  5. ૨૫૦ ગ્રામ ટામેટા
  6. ૬ થી ૮ કાળા મરી
  7. ૨ ડુંગળી સમારેલી
  8. ૭ થી ૮ કળી લસણની
  9. ૧ ટી સ્પૂન સૂકો ઓરેગાનો
  10. ૨ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  11. ૧/૨ કપ ટોમેટો સોસ
  12. ૧ ચમચી ખાંડ
  13. ૧ શિમલામીર્ચ કાપેલું
  14. નમક સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં તમાલપત્ર અને મરી નાખી ૩૦ સેકંડ સુધી મધ્યમ તાપ પર સાંતળી લો.
  2. પછી તેમાં કાંદા અને લસણ મેળવી મધ્યમ તાપ ૨ મિનિટ સુધી સાંતળી લો
  3. તે પછી તેમાં કાપેલું સિમલા મરચું નાખી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.હવે તેમાં ટમેટા અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો.
  4. ૨૫૦ ગ્રામ ટામેટા ની પ્યુરી બનાવી લો.
  5. તે પછી તેમાં ટોમેટો પ્યુરી, ટમૅટો કેચપ, ઑરેગાનો, લાલ મરચાંના ફ્લેક્સ્ અને સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી પકવો
  6. તે પછી તેમાં બાફેલા પાસ્તા ઉમેરી, હળવેથી હલાવીને મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સતત હલવાતા રહો.
  7. હવે બાઉલમાં નીકાળી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર