હોમ પેજ / રેસિપી / ફ્રેન્ચ ક્રોઇસો

Photo of French Croissants by Kamal Thakkar at BetterButter
475
9
0.0(0)
0

ફ્રેન્ચ ક્રોઇસો

Feb-05-2019
Kamal Thakkar
150 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રેન્ચ ક્રોઇસો રેસીપી વિશે

આ એક ખૂબ પ્રસિદ્ધ ફ્રેન્ચ બ્રેડ છે જે ઉપર થી ક્રિસ્પ અને અંદર થી એકદમ નરમ હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ફ્રેંચ
  • બેકિંગ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 10

  1. મેંદો ૧&૧/૨ કપ
  2. પાણી ૧/૨ કપ
  3. ખાંડ ૧ મોટી ચમચી
  4. ડ્રાય એક્ટિવ યીસ્ટ ૧&૧/૨ નાની ચમચી
  5. ઓલિવ ઓઇલ ૨ મોટી ચમચી
  6. મીઠું ૧ નાની ચમચી
  7. માખણ ૫૦ ગ્રામ

સૂચનાઓ

  1. પેહલા એક કપ માં સેજ ગરમ પાણી લઇ એમા ખાંડ અને યીસ્ટ ઉમેરો.હલાવીને ઢાંકી દો.
  2. ૧૦ મિનિટ માં યીસ્ટ એકટીવ થઈ જશે.
  3. એક મોટા બૌલ માં મેંદો અને મીઠું લઇ લો.એમાં ઓલિવ ઓઇલ પણ ઉમેરો.
  4. યીસ્ટ વાળું પાણી નાખીને નરમ લોટ બાંધો.બૌ મસળવું નઈ.સેજ તેલ વાળો હાથ ફેરવી દેવો.
  5. ઢાંકીને ૧&૧/૨ કલાક સુધી ગરમ જગ્યા પર રાખવુ.
  6. દોઢ કલાક પછી લોટ ડબલ થઈ જશે.
  7. પ્લેટફોર્મ પર થોડો સૂકો લોટ ભભરાવો અને લોટ મુકો.
  8. એક મિનિટ હલકે હાથે મસળી ને આકાર આપો.
  9. હવે આને મોટી રોટલી ની જેમ વણી લેવું.
  10. સામાન્ય તાપમાન પર હોય એવું માખણ લગાવો.એકદમ ઓગળેલું માખણ નઈ લેવાનું.
  11. સેજ કોરો લોટ ભભરાવો એટલે વણતી વખતે માખણ બહાર ન નીકળે.
  12. આ રોટલી ને એક બાજુ થી વાળો.
  13. બીજી બાજુ થઈ પણ વાળી લો.
  14. પાછું માખણ લગાવો અને લોટ ભભરાવો.
  15. નીચે થી પણ વાળો.
  16. ઉપર થી વાળી લો.
  17. સેજ હાથે થઈ ફેલાવિ લો અને પાછું હળવે હાથે રોટલો વણો.
  18. આપડે જેમ પેહલા બંને બાજુ થી અને પછી ઉપર નીચે થઈ વાળ્યું એવુંજ કરો.
  19. આ સ્ટેપ આપડે ૪-૫ વાર કરવાનું છે.છેલ્લે ગોળાકાર રોટલો વણો.પિઝા કટર અથવા ચાકુ થી ત્રિકોણ પીસ કરો.
  20. હવે એક ટુકડા ને પોળા ભાગ પર વચ્ચે એક કાપો પાડો.
  21. બંને છેડા પકડી ને થોડુ ખેંચીને રોલ વાળો.આગળનો પોઇન્ટેડ ભાગ નીચે દબાવેલો રાખો.
  22. આ રીતે બધા રોલ વાળી લો.
  23. ૩૦ મિનિટ ઢાંકીને રાખી દો.
  24. ઓવેન ૧૮૦℃ પર ૧૦ મિનિટ પ્રિ હિટ કરવું.
  25. અર્ધો કલાક પછી આપડા ક્રોઇસો ફૂલી જશે.
  26. હળવે હાથે બ્રશ વડે દૂધ લગાવો.
  27. હવે પ્રિ હિટેડ ઓવેન માં ૧૮-૨૦ મિનિટ માટે મૂકી દો.
  28. આપડા ક્રોઇસો બનીને તૈયાર છે.એની ઉપર થોડું બટર બ્રશ કરો.
  29. જુઓ પાછળ પણ કેટલો સરસ રંગ આવ્યો છે.
  30. અંદર થઈ જાળીદાર અને ઉપર થી એકદમ ક્રિસપ બન્યા છે આ ક્રોઇસો.આને તમે ફ્રૂટ જેમ અથવા માખણ સાથે ખાઈ શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર