હોમ પેજ / રેસિપી / પાલક ટોર્તિલા પીનવ્હીલ્સ

Photo of Spinach tortilla pinwheel by Bhavisha Talati at BetterButter
3
7
0.0(0)
0

પાલક ટોર્તિલા પીનવ્હીલ્સ

Feb-05-2019
Bhavisha Talati
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક ટોર્તિલા પીનવ્હીલ્સ રેસીપી વિશે

ટોર્તિલા એ એક પ્રકારની મેક્સીકન રોટલી છે. અહીં મેં પાલક નાખીને વધારે પૌષ્ટીક બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • મેક્સિકન
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 કપ ઘઉં નો લોટ
  2. 1 કપ મૈદો
  3. 2 ચમચી મ્હોણ
  4. 1/2 ક્પ પાલકની પ્યૂરી
  5. 1 નાની ચમચી બેકિંગ પાવડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 કપ ક્રીમ ચીઝ
  8. 1 કપ બાંધેલું દહીં
  9. 2 ચમચી મેયોનીસ
  10. 1 કપ ઝીણા સમારેલા રંગીન શીમલામીર્ચ, કાંદા.અને કોથમીર
  11. 1 ચમચી ચીલી ગારલીક સૌસ
  12. 1 ચમચી સીરાચા સોસ
  13. 1 ચમચી ટાકો સિઝનીંગ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. મેક્સીકન ચીઝ 1/2 કપ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બન્ને લોટ ભેગા કરી તેમાં મીઠું, તેલ, બેકિંગ પાવડર અને પાલક ની પ્યૂરી ભેગા કરો.
  2. હવે જરૂરત પ્રમાણે પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધી 15 મિનિટ ઢાંકીને રહેવા દો.
  3. ત્યારબાદ તેમાંથી થોડીક જાડી અને મોટી રોટલી બનાવી દેવી.
  4. હવે ક્રીમ ચીઝ અને દહીં ભેગા કરવા
  5. તેમાં બધા સમારેલા શાક ઉમેરવા.
  6. બધા સોસ અને મેક્સીકન સિઝનીંગ નાખી મિક્સ કરવું.
  7. એક રોટલી લઈ તેના ઉપર ક્રીમ ચીઝ નું મિશ્રણ લાગવું.
  8. તેના ઉપર થોડીક મેક્સીકન ચીઝ ભભરાવી.
  9. ત્યારબાદ તેના રોલ વાળી દેવા.
  10. આવી રીતે બધી રોટલી ના રોલ બનાવી 15 મિનિટ ફ્રિજ માં મૂકી દેવા.
  11. પછી તેના ટુકડા કરી સાલસા સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર