હોમ પેજ / રેસિપી / ચાઈનીઝ સમોસા

Photo of Chinese samosa by Varsha Joshi at BetterButter
681
11
0.0(0)
0

ચાઈનીઝ સમોસા

Feb-06-2019
Varsha Joshi
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઈનીઝ સમોસા રેસીપી વિશે

આ સમોસા માં મે ચાઈનીઝ મસાલા નુડલ્સ નો ઉપયોગ કર્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ચાઇનીઝ
  • શેલો ફ્રાય
  • બાફવું
  • ઠંડુ કરવું
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 2 પેકેટ ચાઈનીઝ મસાલા નૂડલ્સ
  2. સમારેલી કોબીજ
  3. સમારેલી ડુંગળી
  4. સમારેલું ગાજર
  5. સમારેલું કેપ્સિકમ
  6. સમારેલું ટામેટું
  7. સોયા સોસ
  8. રેડ ચીલી સોસ
  9. મેગી મસાલો પાવડર
  10. સ્વાદાનુસાર મીઠું
  11. એક ચમચી ખાંડ
  12. તળવા માટે તેલ
  13. મેંદાનો લોટ
  14. મોણ માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ચાઈનીઝ નૂડલ્સ ને 5.મિનિટ પાણીમાં ઊકાળીને કાણાવાળી ચાયણીમા નીતારી સાઈડમાં રાખો
  2. હવે બધા શાકભાજી ઝીણા સમારો
  3. હવે એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરી અને તેમાં બધાં શાકભાજી વઘારો અને ધીમી આચ પર સાતળો
  4. બધા શાકભાજી બરાબર ચડી જાય એટલે તેમાં 2 ચમચી રેડ ચીલી સોસ અને સોયા સોસ ઊમેરો
  5. ત્યારબાદ મેગી મસાલા પાવડર, સ્વાદાનુસાર મીઠું અને એક ચમચી ખાંડ ઉમેરો
  6. હવે બરાબર હલાવી અને બાફેલા ચાઈનીઝ નૂડલ્સ તેમાં ઉમેરો. સમોસાનુ પૂરણ તૈયાર છે.
  7. હવે મેંદાના લોટમાં મીઠું અને તેલનું મોણ નાખી લોટ બાધો
  8. ત્યારબાદ લોટમાંથી પુરી વણી અને ત્રિકોણ કાપી તેમાં પૂરણ ભરો
  9. બરાબર બધી બાજુ થી બંધ કરી સમોસા આકાર મા આ રીતે તૈયાર કરો
  10. ત્યારબાદ કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરી બધા સમોસા એકદમ ધીમી આચ પર ક્રિસ્પી તળી લો
  11. બરાબર ક્રિસ્પી થાય એટલે એક થાળીમાં કાઢી લો
  12. ગરમાગરમ ચાઈનીઝ સમોસા લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર